હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. કારણ કે પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓની આજે એક બેઠક મળી હતી. જેમાં હાર્દિક પટેલ રાજકીય રોટલા શેકતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેથી હાર્દિકની મુશ્કેલીમાં વધારો થયો છે.
આ બેઠકમાં પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓએ મળીને નિર્ધાર કર્યો છે કે હાર્દિકને સાઈડલાઈન કરીને ફરી આંદોલન શરૂ કરવામાં આવે. અને હાર્દિક પટેલની અનામત સિવાયની રાજકીય વાત કરશે તો તેને સહકાર નહિં આપવાનો નિર્ણય કર્યો છે. આમ હાર્દિક પટેલ સમાજના નામે રાજનીતિ કરતો હોવાનો આક્ષેપ લગાવ્યો છે.
મહત્વનું છે કે આ બેઠક અમદાવાદ ખાતે મળી હતી. જેમાં હાર્દિક પટેલના પૂર્વ સાથી નરેશ અરવાડિયા, દિલીપ પટેલ સહિતના સાથીઓ હાજર રહ્યાં હતા.
આમ હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે અને એક બાદ એક હાર્દિકના નજીકના લોકો તેનો સાથ છોડી રહ્યા છે. ત્યારે હવે પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થાઓએ પણ હાર્દિકનો સાથ છોડ્યો હોવાનું જણાઈ રહ્યું છે.