હાર્દિક પટેલ રાહુલની હાજરીમાં કોંગ્રેસમાં જોડાશે?; લીંબડીના MLA ભાજપમાં જાય તેવી હવા!

News18 Gujarati
Updated: March 7, 2019, 1:00 PM IST
હાર્દિક પટેલ રાહુલની હાજરીમાં કોંગ્રેસમાં જોડાશે?; લીંબડીના MLA ભાજપમાં જાય તેવી હવા!
હાર્દિક પટેલ, સોમા પટેલ

સૂત્રો એવું પણ જણાવી રહ્યા છે કે હાર્દિક પટેલ જામનગરમાંથી લોકસભાની ચૂંટણી લડી શકે છે.

  • Share this:
હિતેન્દ્ર બારોડ/ પ્રણવ પટેલ, ગાંધીનગર : અલ્પેશ ઠાકોર કોંગ્રેસના બે ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાશે તેવા સમાચાર વચ્ચે બીજા ન્યૂઝ મળી રહ્યા છે કે પાસ નેતા હાર્દિક પટેલ અને ઉંઝાના પૂર્વ ધારાસભ્ય નારણ પટેલ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. હાર્દિક 12મી માર્ચે મળનારી કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક દરમિયાન કોંગ્રેસનો ખેસ ધારણ કરી શકે છે. સાથે જ સૂત્રો એવું પણ જણાવી રહ્યા છે કે હાર્દિક પટેલ જામનગરમાંથી લોકસભાની ચૂંટણી લડી શકે છે. એવા પણ સમાચાર મળી રહ્યા છે કે લીંબડીના વર્તમાન ધારાસભ્ય સોમાભાઈ પટેલ પણ ભાજપના સંપર્કમાં છે.

12મી માર્ચે અડાલજ ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક મળી રહે છે. આ બેઠકમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી હાજર રહેશે. હાર્દિક કોંગ્રેસના આ ત્રણેય નેતાઓની હાજરીમાં કોંગ્રેસમાં જોડાશે તેવું સૂત્રો કહી રહ્યા છે.

નારણ પટેલ


નારણ પટેલ કોંગ્રેસમાં જોડાશે

એવી ચર્ચા ચાલી રહી છે ઉંઝાના પૂર્વ ધારાસભ્ય નારણ પટેલ પણ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. આ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલે રાજીનામું આપી દીધું છે અને તેઓ ભાજપમાં જોડાયા છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુરુવારે સવારે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, નારણ પટેલ ભાજપ છોડીને ક્યાંય નથી જઈ રહ્યા.

ભાજપમાં તમામનું સ્વાગત છે: ભુપેન્દ્રસિંહ ચુડાસમાકોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જોડાઈ રહ્યાના અહેવાલ વચ્ચે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાણે કહ્યુ કે, "ભાજપમાં જોડાવા માંગતા તમામ લોકોનું સ્વાગત છે. જે લોકો આવવા માંગે છે તેમનું સ્વાગત છે. અમારે ત્યાં આવવા માંગતા લોકોને સીએમ સહિત તમામ લોકો આવકારે છે."

લીંબડીના ધારાસભ્ય પણ ભાજપમાં જોડાઈ શકે!

લીંબડીના વર્તમાન ધારાસભ્ય સોમા પટેલ પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ શકે છે. સોમા પટેલ એક સમયે સુરેન્દ્રનગરમાંથી ભાજપના સાંસદ હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા અને લીંબડી બેઠક પરથી તેઓ ચૂંટણી લડીને જીત્યા હતા.

સોમાભાઈ પટેલ કોળી સમાજમાંથી આવે છે. સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના કોળી સમાજ પર તેમનું સારું પ્રભુત્વ છે. સૌરાષ્ટ્રમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ધોબી પછાડ મળી હોવાથી પાર્ટી અહીં મજબૂત થવા માંગે છે. આથી જ ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા તમામ પક્ષો એક બીજાના નેતાઓને ખેંચવાના કામમાં લાગી છે.
First published: March 7, 2019, 11:24 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading