Home /News /madhya-gujarat /

'હોસ્પિટલમાંથી ઘરે જઈ રહ્યો છું, અમે નબળા નથી,' હાર્દિકને ડિસ્ચાર્જ કરાયો

'હોસ્પિટલમાંથી ઘરે જઈ રહ્યો છું, અમે નબળા નથી,' હાર્દિકને ડિસ્ચાર્જ કરાયો

શનિવારથી જ હાર્દિક હોસ્પિટલમાંથી રજા લઈને પોતાના ઘરે ઉપવાસ શરૂ કરવા માટે ધમપછાડા કરી રહ્યો છે.

શનિવારથી જ હાર્દિક હોસ્પિટલમાંથી રજા લઈને પોતાના ઘરે ઉપવાસ શરૂ કરવા માટે ધમપછાડા કરી રહ્યો છે.

    હિમાંશુ વોરા, અમદાવાદ

    સતત ઉપવાસ બાદ હાલ એસજીવીપી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા હાર્દિક પટેલને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો છે. બીજી તરફ હાર્દિક ઉપવાસ છાવણીમાં પરત ફરવાને લઈને પાટીદાર સંસ્થાઓના આગેવાનોએ સરકારનો સંપર્ક કર્યો છે. સંસ્થાના આગેવાનોએ સરકારને વિનંતી કરી છે કે હાર્દિકની વિવિધ માંગણીઓને લઈને તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે. હાર્દિકના ઉપવાસને ઈને સંસ્થાઓ ચિંતિત હોવાનું જાણવા મળ્યું છે.

    અમને નબળા નથીઃ હાર્દિકનું ટ્વિટ

    "આમરણાંત ઉપવાસના 16માં દિવસે હોસ્પિટલમાંથી રજા લઈને મારા ઘરે જઈ રહ્યો છું. ખેડૂતોની દેવા માફી અને સમાજીક ન્યાય માટે આજે ઉપવાસ આંદોલનના 16માં દિવસે આખા રાજ્યમાં ઉપવાસ અને જનસભાઓ થઈ રહી છે. સંપૂર્ણ લોકક્રાંતિનું આહવાન થઈ ગયું છે. અમે નબળા નથી."

    હાર્દિકના ઘરે તૈયારી

    હાર્દિકના ઘરે ગ્રીનવુડ રિસોર્ટ ખાતે ઉપવાસ માટે લગાવવામાં આવેલો મંડપનો સામાન ઉતારી લેવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉપવાસ છાવણી મોટી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ ગ્રીનવુડ રિસોર્ટ ખાતે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

    Swami Agnivesh meet Hardik Patel
    શનિવારે સ્વામી અગ્નિવેશ અને સમાજસેવક આચાર્ય પ્રમોદે હાર્દિક પટેલની મુલાકાત લીધી હતી.


    હાર્દિકના અનશનનો 16મો દિવસ

    આજે હાર્દિક પટેલના અનશનનો 16મો દિવસ છે. પાસ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે હોસ્પિટલમાં દાખલ હોવા છતાં હાર્દિક અનશન કરી રહ્યો છે. તેણે 16 દિવસથી અન્નનો એક પણ દાણો મોઢામાં નથી નાખ્યો.

    આ પણ વાંચોઃ  હાર્દિક પટેલે શરદ  યાદવના હાથે પીધું પાણી

    એસજીવીપી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન હાર્દિક પટેલે એલજેડીના નેતા શરદ યાદવના હાથે પાણી પીધું હતું. ડોક્ટરની સલાહ અને શરદ યાદવની સમજાવટ બાદ હાર્દિકે પાણી પીધું હતું.

    હાર્દિકના રૂમમાં મંત્રોચ્ચાર કરાયો

    શનિવારે હાર્દિક પટેલના રૂમમાં એસ.પી.સ્વામીની આગેવાનીમાં મંત્રોનું પઠન કરવામાં આવ્યું હતું. એસજીવીપી ગુરુકૂળના વિદ્યાર્થીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: 25th August, Hardik Fast, Hardik Fast 16th day, Paas, S.P. Swami, SGVP Hospital, હાર્દિક પટેલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन