રામોલ કોર્પોરેટરના ઘરે તોડફોડ મામલે હાર્દિક પટેલને મળી રાહત

News18 Gujarati
Updated: August 28, 2018, 8:38 AM IST
રામોલ કોર્પોરેટરના ઘરે તોડફોડ મામલે હાર્દિક પટેલને મળી રાહત
સરકારે હાર્દિક પટેલના જામીન રદ કરવા માટે અરજી કરી હતી. જે કોર્ટે ફગાવી દીધી છે હાર્દિકના રામોલમાં પ્રવેશ અંગેની પણ અરજી કોર્ટે ફગાવી દીધી છે

સરકારે હાર્દિક પટેલના જામીન રદ કરવા માટે અરજી કરી હતી. જે કોર્ટે ફગાવી દીધી છે હાર્દિકના રામોલમાં પ્રવેશ અંગેની પણ અરજી કોર્ટે ફગાવી દીધી છે

  • Share this:
ગાંધીનગર: અમદાવાદના રામોલમાં કોર્પોરેટરના ઘરે તોડફોડ મામલે પાસના કન્વીનર હાર્દિક પટેલને રાહત મળી છે. સરકારે હાર્દિક પટેલના જામીન રદ કરવા માટે અરજી કરી હતી. જે કોર્ટે ફગાવી દીધી છે. હાર્દિકના રામોલમાં પ્રવેશ અંગેની પણ અરજી કોર્ટે ફગાવી દીધી છે.

હાર્દિક પટેલ નાં જામિન રદ્દ કરવા મામલેની અરજી સેન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવતા કોંગ્રેસે કોર્ટનાં ચુકાદાને આવકાર્યો છે. તેમજ કોંગ્રેસનાં ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે, સેશન્સ કોર્ટે સરકારની અરજી ફગાવતા સરકારની મેલી મુરાદ નિષ્ફળ ગઇ છે.

ઉલ્લેખનીય છે કે પાસના કન્વીનર હાર્દિક પટેલ ખેડૂતોની દેવા માફી અને પાટીદારોને અનામતને લઇને આમરણ ઉપવાસ પર છે. સરકાર તરફથી કોર્ટમાં હાર્દિક પટેલના રામોલકેસમાં જામીન રદ કરવા અરજી કરવામાં આવી હતી.

કોર્પોરેટરના ઘરમાં તોડફોડ મામલે રામોલ વિસ્તારમાં પ્રવેશ ન કરવાની શરતે તેને જામીન મળ્યા હતા. જો કે હાર્દિક પટેલે શરતનો ભંગ કરતા તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેથી પોલીસે તેના જામીન રદ્દ કરવાની અરજી કરી હતી.

આપને જણાવી દઇએ કે, કોર્પોરેટરના ઘરે તોડફોડ મામલે સેશન્સ કોર્ટમાં સૂનાવણી ચાલી રહી છે જેમાં શુક્રવારે હાર્દિક પટેલ સામે ચૂકાદો આવવાની શક્યતા હતી. ત્યારે જજ રજા પર હોવાથી આ ચુકાદો મુલતવી રહ્યો હતો. જેને પગલે આજરોજ હાર્દિક પટેલે કરેલ કોર્પોરેટરના ઘર પર હુમલાને લઇને આજે ચુકાદો આપ્યો હતો.

શું હતો મામલો ? 20 માર્ચ, 2017ના રોજ વસ્ત્રાલમાં કોર્પોરેટર પરેશ પટેલનાં ઘરે આસ્થા બંગ્લોઝમાં ટાળો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જે મામલે કોર્પોરેટર પરેશ પટેલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં મુખ્ય ફરિયાદ હાર્દિક પટેલ વિરુદ્ધ હતી. જે બાદ આ કેસમાં હાર્દિક પટેલને શરતી જામીન મળ્યા હતાં. અને રામોલ પોલીસ સ્ટેશનની હદમાં ન પ્રવેશવાની શરત હતી. 3 જાન્યુઆરી 2018નાં રોજ હાર્દિક પટલે રામોલ વિસ્તારમાં ગયો હતો. રામોલમાં હાર્દિક પટેલ ગીતાબેન પટેલનાં ઘરે ગયો હતો. અને તેણે રામોલ વિસ્તારમાં પ્રવેશીને કોર્ટની શરતનો ભંગ કર્યો હતો.
First published: August 27, 2018, 4:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading