લોકોની પીડાથી અજાણ આત્મશ્લાઘી મોદી સરકારને જગાડવા માટે ભારત બંધઃ હાર્દિક

News18 Gujarati
Updated: September 10, 2018, 12:55 PM IST
લોકોની પીડાથી અજાણ આત્મશ્લાઘી મોદી સરકારને જગાડવા માટે ભારત બંધઃ હાર્દિક
હાર્દિક પટેલ

હાર્દિક પોતાની ત્રણ માંગ 1) પાટીદારોને અનામત 2)ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે 3) અલ્પેશ કથિરીયાને જેલમુક્ત કરવામાં આવે પર અડગ છે.

  • Share this:
અમદાવાદઃ પેટ્રોલ ડીઝલના વધતા ભાવ અંગે કોંગ્રેસના ભારત બંધના એલાન અંગે હાર્દિક પટેલે પોતાની પ્રતિક્રિયા આપતા ટ્વિટ કર્યું છે  કે, "લોકોની પીડાથી અજાણ આત્મમુગ્ધ મોદી સરકારને જગાડવા માટે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે."

ઉપવાસનો 17મો દિવસ, હાર્દિક પટેલ તેની ત્રણ માંગ પર અડગ

17માં દિવસે પણ હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસ ચાલુ રાખ્યા છે. શનિવારે એસજીવીપી હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ હાર્દિક પટેલ ફરીથી પોતાના ઘર ગ્રીનવુડ રિસોર્ટ ખાતે ઉપવાસ પર બેસી ગયો છે. આ દરમિયાન હાર્દિક પોતાની ત્રણ માંગ 1) પાટીદારોને અનામત 2)ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે 3) અલ્પેશ કથિરીયાને જેલમુક્ત કરવામાં આવે પર અડગ છે.

ડીસીપીએ ધમકી આપ્યાનો હાર્દિકનો આક્ષેપ

હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા બાદ હાર્દિકે ડીસીપી રાઠોડ પર આક્ષેપ લગાવ્યો હતો કે તેણે મને મારી નાખવાની ધમકી આપી છે. આ અંગે ફેસબુક પોસ્ટ કરીને હાર્દિકે લખ્યું છે કે, "અમદાવાદનો ડીસીપી રાઠોડ મને કહે છે કે હું તને મારી નાખીશ, હવે જીવતા રહેવાનું અને મારી નાખવાનું કામ પણ યમરાજાએ રાઠોડ જેવા પોલીસ અધિકારીને સોંપી દીધું છે કે શું? ઘરે પહોંચતા જ ફરીથી મારા નિવાસસ્થાન બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. જો તમે અંગ્રેજ સાશન નથી જોયું તો ગુજરાતમાં એકવાર પધારો. મારા નિવાસ્થાને તમને વાઘા બોર્ડર જેવો નજારો જોવા મળશે. સત્તાના નશામાં જનતા પર અમાનવીય અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. ઉપવાસ આંદોલન કવર કરી રહેલા મીડિયાકર્મીઓ પર પણ પોલીસે બળપ્રયોગ કર્યો છે, તેમના કેમેરા તોડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હવે મીડિયાને પણ પોલીસ ધમકી આપવા લાગી છે."

આ પણ વાંચોઃ ઉપવાસ અંગે લલિત વસોયાનું મોટું નિવેદન, 'હું વ્યક્તિગત રીતે હાર્દિકથી નારાજ'પાટીદાર સંસ્થાના આગેવાનો સરકાર સાથે કરી શકે છે ચર્ચા

બીજી તરફ હાર્દિકે ઉપવાસ ચાલુ રાખતા પાટીદાર સંસ્થાઓના આગેવાનો હાર્દિકની વિવિધ માંગણીઓને લઈને સરકાર સાથે ચર્ચા કરે તેવી શક્યતા છે. રવિવારે પાસના કન્વીનરો અને સમાજના આગેવાનો વચ્ચે એક બેઠક પણ થઈ હતી. જેમાં સમાજના આગેવાનોએ હાર્દિકના આંદોલનને સમાજલક્ષી બનાવવાનું તેમજ આ આંદોલન રાજકીય પક્ષોથી પ્રેરિત હોવાની છાપ ભૂસી નાખવાનું સૂચન કર્યું હતું.

આ પણ વાંચોઃ ખેડૂત દેવા માફી અને અનામત મુદ્દે ઊંઝા ઉમિયા માતા સંસ્થાને આપ્યું સમર્થન

પાટણથી ઉંઝા સુધીની પદયાત્રા

હાર્દિકના સારા સ્વાસ્થ્ય માટે રવિવારે મોટી સંખ્યામાં પાટીદારો પાટણથી ઉંઝા સુધીની પગપાળા યાત્રામાં જોડાયા હતા. પાટણથી નીકળેલી યાત્રા સાંજે ઉંઝા પહોંચી હતી. યાત્રા ઊંઝા પહોંચ્યા બાદ ખેડૂત દેવા માફી અને અનામત મુદ્દે ઊંઝા ઉમિયા માતા સંસ્થાને હાર્દિકને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.
First published: September 10, 2018, 10:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading