હાર્દિક પટેલે પુછ્યું: ખેડૂતો-યુવાનોનાં અધિકાર માટે ચૂંટણી લડવી ગુનો છે ?

News18 Gujarati
Updated: February 7, 2019, 3:37 PM IST
હાર્દિક પટેલે પુછ્યું: ખેડૂતો-યુવાનોનાં અધિકાર માટે ચૂંટણી લડવી ગુનો છે ?
હાર્દિક પટેલ (ફાઇલ તસવીર)

હાર્દિક પટેલ જામનગરમાં ખેડૂત અધિકાર રેલીને સંબોધવાનો છે. જેમાં વિવિધ ક્ષેત્રનાં આગેવાનો હાજર રહેશે.

  • Share this:
પાટીદાર અનામત આંદોલનનાં પ્રણેતા હાર્દિક પટેલે બુધવારે ઉત્તરપ્રદેશમાંથી જાહેરાત કરી હતી કે, તે પોતે આગામી 2019ની લોકસભા ચૂંટણી લડશે. જો કે, આજે ગુરુવારે હાર્દિક પેટેલે તેના ફેસબૂક પેજ પર લખ્યુ કે, “એક જ સવાલ અને આપના સાચા જવાબની આશા રાખું છું. મેં ચૂંટણી લડવાનું વિચાર્યું પણ નથી પરંતુ ગુજરાતના ખેડૂતો અને યુવાનોના અધિકાર માટે ચૂંટણી લડવી ગુનો છે ?”

સોશિયલ મીડિયા દ્વારા હાર્દિક પટેલે લોકોને પ્રશ્ન પુછીને લોકોનાં અભિપ્રાય માંગ્યા છે અને એક વેધક સવાલ કર્યો છે કે, ખેડૂતો અને યુવાનોનાં અધિકાર માટે ચૂંટણી લડવી તે ગુનો છે ?

અત્રે ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલે ભાજપ સરકાર સામે યુદ્ધ છેડ્યુ છે અને ભાજપ વિરોધી દળો સાથે મળીને નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર સામે પ્રચાર કરે છે.

હાર્દિક પેટલે ચૂંટણી લડવાની જાહેરાત કરતા જ, પાટીદાર નેતાઓમાં ભાગ પડી ગયા હતા અને કેટલાક લોકોએ એવો આક્ષેપ કર્યો કે, તે સમાજની મૂળ માંગણી ભૂલી ગયો છે અને પુરો રાજકારણી બની ગયો છે.

આવતી કાલે, હાર્દિક પટેલ જામનગરમાં ખેડૂત અધિકાર રેલીને સંબોધવાનો છે. જેમાં વિવિધ ક્ષેત્રનાં આગેવાનો હાજર રહેશે.
First published: February 7, 2019, 2:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading