Home /News /madhya-gujarat /

હાર્દિકે ભાજપ પર લગાવ્યા અત્યાર સુધીના સૌથી મોટા આરોપ

હાર્દિકે ભાજપ પર લગાવ્યા અત્યાર સુધીના સૌથી મોટા આરોપ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થવામાં ગણતરીના બે દિવસ બાકી છે, તેવામાં હાર્દિક પટેલે ભાજપ સરકાર પર એકવાર ફરીથી ઘણા મોટા આરોપ લગાવ્યા છે. ચૂંટણીના પરિણામ 18મી ડિસેમ્બરે જાહેર થવાના છે. આ દરમિયાન પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલે ભાજપ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે, 18 ડિસેમ્બર પહેલા ભાજપ ઈવીએમમાં ગરબડ કરશે.

હાર્દિકે ટ્વિટ કરીને ભાજપ પર ગંભીર આરોપ લગાવતા લખ્યું કે, શનિવાર અને રવિવારની રાત્રે ભાજપ ઈવીએમમાં ગરબડ કરશે. ભાજપ ચૂંટણી હારી રહી છે અને જો ઈવીએમમાં ગરબડ નહીં થાય તો ભાજપને 82 સીટો જ મળશે.



હાર્દિકે વધુ એક ટ્વિટમાં લખ્યું કે, ગુજરાતમાં ભાજપની હારનું અર્થ છે ભાજપનું પતન. ભાજપ ઈવીએમમાં ગરબડ કરીને ગુજરાત ચૂંટણી જીતી જશે પરંતુ હિમાચલમાં હારી જશે. જેથી કોઈ પ્રશ્ન ઉભા ન કરે.
First published:

Tags: Assembly election 2017, Gujarat Election 2017, હાર્દિક પટેલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन