Home /News /madhya-gujarat /

કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલ રાજ્યની બહાર નહીં જઈ શકે, સેશન્સ કોર્ટે ફગાવી અરજી

કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલ રાજ્યની બહાર નહીં જઈ શકે, સેશન્સ કોર્ટે ફગાવી અરજી

હાર્દિક પટેલની ફાઇલ તસવીર

નોંધપાત્ર છે કે  હાર્દિકે 90 દિવસ માટે રાજ્ય બહાર જવા અરજી કરી હતી જેના વિરોધમાં સરકારે દલીલ કરી છે કે હાર્દિક સામે ગંભીર ગુનો છે.

હાર્દિક પટેલની (Hardik Patel) ગુજરાત બહાર જવાની અરજી સેશન્સ કોર્ટે (Sessions court) ફગાવી છે. હાર્દિકે ત્રણ મહિના સુધી ગુજરાત (Gujarat) બહાર જવાની માંગ સાથે (Petition of hardik patel rejected)  અરજી કરી હતી. રાજદ્રોહ (Sedition case on Hardik Patel) કેસમાં જામીન આપતી વખતે કોર્ટે હાર્દિક ગુજરાત (Bail conditions of hardik patel) બહાર ન જવાની શરતે જામીન મંજૂર કર્યા હતા. ત્યારે હાર્દિકે ફરીવાર અરજી કરતા સેશન્સ કોર્ટે અરજી ફગાવી છે.અરજી કોર્ટે ફગાવતા અવલોકન કર્યું છે કે રાજદ્રોહ કેસના આરોપીને રાજય ની બહાર જવાની પરવાનગી યોગ્ય નથી.

નોંધપાત્ર છે કે  હાર્દિકે 90 દિવસ માટે રાજ્ય બહાર જવા અરજી કરી હતી. જેના વિરોધમાં (Government of Gujarat) સરકારે દલીલ કરી છે કે હાર્દિક સામે ગંભીર ગુનો છે. માત્ર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હોવાથી તેમને રાજ્ય બહાર જવા દેવા મંજૂરી આપવી યોગ્ય નથી.સાથે જ હાર્દિક પટેલને રાજ્યની બહાર નહિ જવાની શરતે કોર્ટે જામીન મુક્ત કર્યો હતો.

આ પણ વાંચો :  રાજ્યની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત ટળી, આગામી બેઠકમાં નિર્ણય લેવાશે

અગાઉ રાજદ્રોહના કેસમાં તેની સતત ગેરહાજરી બદલ કોર્ટના વૉરંટ પર ધરપકડ કરવામાં આવ્યા બાદ કોર્ટે જામીન પર મુક્ત કર્યા બાદ કોર્ટ તરફથી હાર્દિક પટેલના રાજદ્રોહના કેસમાં શરત લાગુ કરી હતી. પાટીદાર અનામાત આંદોલન સમિતિ (PASS)ના પૂર્વ સાથીઓ રાજદ્રોહના આરોપોનો સામનો કરી રહ્યા છે. પાટીદાર ક્વોટા માટેના આંદોલન દરમિયાન થયેલી હિંસા બાદ 2015માં તેમની સામે ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :     પટેલ VS પાટીલ : સત્તાની સાઠમારીમાં કોણ મારશે બાજી? BJP-કૉંગ્રેસના નવા સુકાની સામે ક્યા પડકારો આવશે?

અગાઉ જુલાઈમાં પણ થઈ હતી અરજી 

કૉંગ્રેસ પક્ષ દ્વારા હાર્દિકને રાજ્યમાં કાર્યકારી પ્રમુખના પદ ઉપર નિયુક્ત કરવામાં આવ્યા હતા તે દિવસે હાર્દિક પટેલે કોર્ટને પૂર્વ મંજૂરીની શરતમાંથી મુક્ત કરવા માટેની વિનંતી કરી હતી. વિનંતીનો વિરોધ કરતાં સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે વિગતવાર જવાબ રજૂ કર્યો હતો. તેમણે દલીલ કરી કે હાર્દિકનો રાજદ્રોહના કેસમાં સુનાવણીમાં હાજર ન રહેવાનો ઇતિહાસ ધરાવે છે.
Published by:Jay Mishra
First published:

Tags: Breaking News, કોંગ્રેસ, ગુજરાતી ન્યૂઝ, પાટીદાર અનામત આંદોલન, હાર્દિક પટેલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन