હાર્દિક પટેલ : માત્ર પાંચ વર્ષમાં પાટીદાર આંદોલનકારીથી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સુધીની સફર ખેડી

Jay Mishra | News18 Gujarati
Updated: July 12, 2020, 12:34 PM IST
હાર્દિક પટેલ : માત્ર પાંચ વર્ષમાં પાટીદાર આંદોલનકારીથી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સુધીની સફર ખેડી
હાર્દિક પટેલ

વિસનગરની સભામાં પાટીદારોને અનામત મળે તે સબબની માંગણી કરવા આવેલો એક યુવાનની સફર, રાજકારણ પ્રવેશના માત્ર 14 મહિનામાં 125 વર્ષની ગ્રાન્ડ ઑલ્ડ પાર્ટીમાં કાર્યકારી અધ્યક્ષ તરીક નિમણૂક

  • Share this:
અમદાવાદ : કૉંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ દેશની રાજનીતિને ચોંકાવનારો નિર્ણય કરીને 26 વર્ષના હાર્દિક પટેલને ગુજરાત કૉંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટ એટલે કે કાર્યકારી અધ્યક્ષ બનાવવાનો નિર્ણય કર્યો છે. હાર્દિક પટેલ જે અન્ય કોઈ પણ આંદોલનકારીની જેમ રાજકારણમાં નહીં જોડાઉ તેવું કહીને માત્ર પાંચ વર્ષમાં 125 વર્ષની ગ્રાન્ડ ઑલ્ડ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનવામાં સફળ રહ્યા છે. સોશિયલ મીડિયામાં ફરીથી હાર્દિકના સમર્થનનું ઘોડાપુર આવ્યું છે અને હજારોની મેદનીમાં ઘેરાયેલા હાર્દિકને લાંબા સમય પછી ધાર્યુ તીર વિંધવામાં સફળતા મળી હોવાની પ્રિતીત રાજકીય નિષ્ણાતોને થઈ રહી છે. હાર્દિકને સૌ કોઈ જાણે છે તેમની સાથે થયેલા વિવાદોથી પણ પરીચિત છે પરંતુ તેમ છતાં તેમની પાંચ વર્ષની યાત્રા સંઘર્ષ વાદવિવાદ અને મીડિયાની પબ્લિસિટીથી ભરપૂર રહી છે. પાટીદાર આંદોલનકારીથી લઈને પાર્ટીના અધ્યક્ષ તરીકેની આ સફરના કેટલાક મહત્ત્વના અંશો જાણવા રસપ્રદ રહેશે.

પાટીદાર આંદોલનમાં રણકાર

હાર્દિક પટેલ ઓગસ્ટ-2015ની વીસનગરમાંની તેમની સૌપ્રથમ રેલીથી માંડીને અત્યારે ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે એક મજબૂત રાજકીય નેતા તરીકે ઊભર્યા છે. હાર્દિક પટેલે 2015થી 2020 સુધીમાં તેમની લોકપ્રિયતામાં ઉતાર-ચઢાવ, ટોચના નેતાઓના આકર્ષણ, વિધાનસભાની ચૂંટણીઓ, હજારોના ફેસબૂક લાઇવ, લાખોની મેદની, જેલના કાળા કારવાસ, તડીપાર, કથિત સેક્સ સીડીથી લઈને હાઇપ્રોફાઇલ પ્રચારમાં હેલિકોપ્ટરની સફર સુધી ઘણું મેળવ્યું છે. હાર્દિક પટેલ પાંચ વર્ષની ટૂંકી રાજકીય કારકિર્દીમાં 9 મહિના સુધી રાજદ્રોહના કેસમાં જેલમાં રહ્યા હતા. તડીપારીના આદેશને લીધે છ મહિના રાજસ્થાનમાં રહ્યા હતા. હાર્દિકની સામાન્ય અને સીધી ઓળખ પાટીદાર આંદોલનથી બની અને GMDC ગ્રાઉન્ડની એ સભાએ આ નામને વિશ્વના ખુણે ખુણે ગુંજતું કરી દીધું હતું

ઐતિહાસિક સભા, 10 લાખ કરતાં વધુની મેદની

હાર્દિક પટેલના જીવનનો યૂટર્ન રાજકીય નિષ્ણાતોના મતે GMDC મેદાનમાં યોજાયેલી એ સભાથી આવ્યો જેમાં તેને સાંભળવા અનામતની આશ લઈને રાજ્યના ખુણેખુણેથી પાટીદારો આવ્યા હતા. એક અહેવાલ મુજબ એ સભામાં આશરે 10 લાખ લોકો હતા. જોકે, દિવસભર શાંતિપૂર્ણ રીતે યોજાયેલી આ સભામાં સાંજે મંડપ ન છોડાવાની જીદ કરતા આંદોલનકારીઓ પર પોલીસે બળપ્રયોગ કર્યો. અંતે રાત પડતા ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને સુરતમાં ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પ઼ડ્યા. પોલીસ સાથે સંઘર્ષમાં આવેલા 14 વ્યક્તિ આ તોફાનો દરમિયાન મોતને ઘાટ ઉતર્યા. જોકે, આ ઘટનાક્રમ પછી સભા પછી હાર્દિક પટેલ પર રાજદ્રોહનો કેસ દાખલ થયો અને તેની રાજકોટથી ધરપકડ કરવામાં આવી.

આ પણ વાંચો : સુરત : મંત્રી કાનાણીના સુપુત્ર અને LRD સુનિતા યાદવની બબાલનો Video સામે આવ્યો, લેડી સિંઘમે ભુક્કા બોલાવ્યારાજદ્રોહ અને લાજપોરની જેલની સફર

હાર્દિક પટેલ પર રાજદ્રોહનો ગુનો દાખલ થયો. હાર્દિક પટેલની ધરપકડ થઈ અને તેમને સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવામાં આવ્યા. જેલમાં ગયેલા હાર્દિકે ઇતિહાસના પન્ના ઉખેળ્યા અને ક્રાંતિકારીઓની પેટર્ન લેટર બોમ્બ ફેંક્યા. ક્યારેક 2000 કરોડ રૂપિયાની ઑફર તો કયારેક અધિકારીઓએ ધમકી આપી હોવાના આક્ષેપો થયા અને જેલમાંથી પણ હાર્દિક પટેલ આંદોલનની મશીનરી સાથે જોડાયેલા રહ્યા. હાર્દિકના જેલવાસ દરમિયાન અલ્પેશ કથીરિયાએ મોરચો સંભાળેલો હતો અને પાટીદાર યુવાનો અનામતની આશા આંદોલનને આગળ ધપાવી રહ્યા હતા.

શરતી જામીન, રાજસ્થાનમાં આશરો

હાર્દિકને રાજદ્રોહના કેસમાંથી શરતી જામીન મળ્યા અને લાજપોરમાંથી બહાર નીકળીને તેમણે રાજસ્થાનના ઉદયપુરને આશ્રયસ્થાન તરીકે પસંદ કર્યુ. ઉદયપુરમાં રહીને હાર્દિકે સોશિયલ મીડિયાને ધબકતું રાખ્યું. દેશ અને દુનિયાની મીડિયામાં તેમના ઇન્ટરવ્યૂ ચમકતા રહ્યા. જોકે, પિક્ચર હજી બાકી હતું. ગુજરાતમાં સત્તા પરિવર્તન થઈ રહી હતી. રૂપાણી સરકાર તખ્તા પર આવી હતી અને નવા સમીકરણો સધાઈ રહ્યા હતા.

ગુજરાત વાપસી ચૂંટણીસભા

ઉદયપુરમાં શરતીગાળો પસાર કર્યા બાદ હાર્દિકની વાપસી થઈ અને રાજ્ય વિધાનસભાનની ચૂંટણીઓની નજીક પહોંચી ગયું. હાર્દિક પટેલે આંદોલનને ફરી ધબકતું કર્યુ અને જોતજોતામાં તેમાં કૉંગ્રેસના સમર્થકો પણ જોડાઈ ગયા. રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ આવી તેમ તેમ હાર્દિક ગુજરાતના મુખ્ય વિરોધ પક્ષ હોય તેવો ઘાટ સર્જાયો. વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન હાર્દિક પટેલે અઢળક સભાઓ કરી. જ્યાં જ્યા સભાઓ કરી ત્યાત્યા કૉંગ્રેસના ઉમેદવારો જીત્યા. જાણકારો મુજબ હાર્દિકે કૉંગ્રેસ જોડે મેચ ફિક્સ કરી અને પોતાના ઉમેદવારોને ટિકિટ પણ અપાવી પણ આ જાદુ કામ કરી ગયો. પાટીદાર આંદોલનને સમર્થન આપનારા તમામ નેતાઓ જીત્યા.

પ્રેમ અને લગ્ન

દરમિયાન વર્ષ 2018માં હાર્દિક પટેલના પ્રેમની ચર્ચાઓ થવા લાગી હાર્દિકના જીવનમાં ધારી અણધારી ચડાવ ઉતાર વચ્ચે તેમની પ્રેમ કહાણી સામે આવી અને વર્ષ 2019માં હાર્દિકે પોતાની મિત્ર કિંજલ સાથે પ્રભુતામાં પગલાં પાડી લીધા. જોકે, તેમના મિત્રોના મુજબ વિવાહિત જીવન બાદ પણ તેમનામાં અનેક પરિવર્તનો આવ્યા. હાર્દિક એક પરિપક્વ વ્યક્તિ અને નેતા તરીકે ઉભરી આવ્યા

કૉંગ્રેસમાં જોડાણ

રાજ્યમાં અલ્પ બહુમત સાથે રૂપાણી સરકાર ફરી સત્તા આરૂઢ થઈ અને હાર્દિક પટેલ કૉંગ્રેસને સત્તા અપાવતા અપાવતા રહી ગયા. જોકે, તેઓ કહેતા રહ્યા કે હું રાજકીય વ્યક્તિ નથી અને સત્તા માટે આવ્યો નથી. જોકે, વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી પહેલાં હાર્દિક પટેલે અડાલજમાં યોજાયેલી રાહુલ ગાંધીની સભામાં કૉંગ્રેસનો તિરંગો પહેરી લીધો. પાર્ટીમાં આવ્યાના 14 મહિનામાં તેમને કૉંગ્રેસે પાર્ટીના અધ્યક્ષ બનાવી દીધા.

આ પણ વાંચો :  ગુજરાત કોંગ્રેસમાં હાર્દિક પટેલને મોટી જવાબદારી, કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક

14 મહિનામાં અધ્યક્ષની પોસ્ટ

હાર્દિક પટેલે કૉંગ્રેસનો હાથ ઝાલ્યો તેના 14માં મહિને તેમને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષની પોસ્ટ મળી છે. અલબત કૉંગ્રેસમાં રાહુલ ગાંધીને જીવનના 26માં વર્ષે જે પોસ્ટ ન મળી હોય તેવી આ પોસ્ટ છે.
Published by: Jay Mishra
First published: July 12, 2020, 12:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading