હાર્દિક પટેલે મહેસાણા જિલ્લામાં પ્રવેશવા માટે જામીનની શરતો સુધારવા HCમાં અરજી કરી

News18 Gujarati
Updated: December 12, 2019, 10:20 PM IST
હાર્દિક પટેલે મહેસાણા જિલ્લામાં પ્રવેશવા માટે જામીનની શરતો સુધારવા HCમાં અરજી કરી
ઉમિયા ધામમાં થનારા લક્ષચંડી યજ્ઞમાં ભાગ લેવા માટે મહેસાણા જિલ્લામાં પ્રવેશ માટે છૂટ આપવામાં આવે તેવી અરજીમાં રજૂઆત કરી છે

ઉમિયા ધામમાં થનારા લક્ષચંડી યજ્ઞમાં ભાગ લેવા માટે મહેસાણા જિલ્લામાં પ્રવેશ માટે છૂટ આપવામાં આવે તેવી અરજીમાં રજૂઆત કરી છે

  • Share this:
પાટીદાર અનામત આંદોલન વખતે મહેસાણામાં થયેલા તોડફોડના મામલે જિલ્લામાં પ્રવેશ પર રોક લગાવતી જામીનની શરતોમાં સુધારા માટે હાર્દિક પટેલ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જોકે આ મુદ્દે સરકારે સોગંદનામું કોર્ટમાં રજૂ કરી વાંધો ઉઠાવ્યો.

ઉમિયા નગરમાં થનારા લક્ષ ચંડી યજ્ઞમાં હાજરી આપવા અને સમાજના ધાર્મિક પ્રસંગનો ભાગ બનવા માટે હાર્દિક પટેલે કોર્ટની પરવાનગી માંગી હતી. નવ દિવસ માટે મહેસાણા જિલ્લામાં પ્રવેશ કરવા દેવામાં આવે તે મતલબની કોર્ટ છૂટ આપે તેવી માંગ કરી હતી. હાર્દિક પટેલની અરજીનો રાજ્ય સરકારે વિરોધ નોધોવ્યો છે. હાર્દિકની અરજી સામે રાજ્ય સરકારે સોગંદનામું કોર્ટમાં રજૂ કર્યું. હાર્દિકને મહેસાણામાં પ્રવેશવાની છૂટ આપવામાં આવે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડશે તેવો રાજ્ય સરકારે દાવો કર્યો છે. હાર્દિક પટેલ ધાર્મિક પ્રસંગના નામે રાજકીય લાભ ખાટવા માંગતો હોવાની સરકારે રજુઆત કરી છે.

જે દિવસોમાં રાજ્ય અને દેશના રાજકીય અગ્રણી નેતાઓ યજ્ઞમાં હાજરી આપવાના છે એજ સમયે હાર્દિક પટેલ પ્રસંગમાં હાજરી આપવાની માંગ કરી રહ્યો છે. લાખો લોકોની જ્યાં હાજરી થવાની છે ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે અગાઉની શરતોમાં બદલાવ ન કરવામાં આવે તેવી રાજ્ય સરકારની રજૂઆત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલન સમિતિના પૂર્વ કન્વીનર અને હવે કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. ઉમિયા ધામમાં થનારા લક્ષચંડી યજ્ઞમાં ભાગ લેવા માટે મહેસાણા જિલ્લામાં પ્રવેશ માટે છૂટ આપવામાં આવે તેવી અરજીમાં રજૂઆત કરી છે.

હાર્દિક પટેલની જામીનની શરતો પ્રમાણે તે મહેસાણા જિલ્લાની હદમાં પ્રવેશ ન કરી શકે તે પ્રકારની કોર્ટે રોક મૂકી છે. ધાર્મિક પ્રસંગમાં હાજરી માટે થોડા દિવસો માટે તેને મહેસાણા જિલ્લામાં પ્રવેશ કરવા દેવામાં આવે તે માટે કોર્ટની અનુમતિ આપે તેવી હાર્દિક પટેલની રજૂઆત છે. કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્રારા આગામી 18 થી 22 ડિસેમ્બર 2019 સુધી શ્રી ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
First published: December 12, 2019, 10:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading