Home /News /madhya-gujarat /

મારી ચૂંટણી લડવાની વાતથી ભાજપ ડર્યુ, સરકારી વકીલ તારીખો લે છે: હાર્દિક

મારી ચૂંટણી લડવાની વાતથી ભાજપ ડર્યુ, સરકારી વકીલ તારીખો લે છે: હાર્દિક

હાર્દિક પટેલ (ફાઇલ તસવીર)

હાર્દિક પટેલે તાજેતરમાં જ કોંગ્રેસમાં જોડાયા હતા અને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

  અમદાવાદ: પાટીદાર નેતા હાર્દિક પટેલે આજે ભાજપ પર નિશાન તાંકતા કહ્યું કે, મારી ચૂંટણી લડવાની જાહેરાતથી ભાજપ ડરૂ ગયુ છે અને એનકેન પ્રકારે ગુજરાત હાઇકોર્ટમાં સરકારી વકીલ કેસની તારીખ લીધ્યા કરે છે.

  હાર્દિક પટેલે તાજેતરમાં જ કોંગ્રેસમાં જોડાયા હતા અને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. હાર્દિક પટેલે ટ્વીટ કરીને લખ્યુ કે, “ગુજરાતમાં ભાજપ ડરી ગયુ છે. મારી ચૂંટણી લડવાનાં નિર્ણય પર હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. પણ સરકારી વકીલ તારીખ પર તારીખ લઇ રહ્યા છે. ભાજપનાં નેતાઓને પાંચ વર્ષની સજા થાય તો પણ ચૂંટણી લડી શકે અને અમારે ચૂંટણી લડવી હોય તો ભાજપ તેને રોકવા માટે તમામ પ્રયાસો કરે છે”.

  મહત્વની વાત એ છે કે, લોકસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઇ રહી છે. રાજકીય પક્ષો તેમના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે. હાર્દિક પટેલે પણ ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે પણ તેમને થયેલી સજાનાં સંદર્ભમાં હાઇકોર્ટમાં સુનાવણી ચાલે છે.

  હાર્દિક પટેલે આ પહેલા, સોમવારે ભાજપના 'મે ભી ચોકીદાર' કેમ્પેન સામે ટ્વીટર યુદ્ધ છેડી દીધું હતું. હાર્દિક પટેલે ટ્વીટર પર પોતાના નામની આગળ બેરોજગાર લખ્યુ હતુ અને થોડા સમયમાં જ આ નામ ટ્રેન્ડ થવા લાગ્યું હતું. હાર્દિકે ટ્વીટર પર પોતાનું નામ બદલી અને ' બેરોજગાર હાર્દિક પટેલ' કરી નાંખ્યું હતું.

  અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ સામે કોંગ્રેસે બેરોજગારીને ચૂંટણીનો મુદ્દો બનાવી લેવાનું મન બનાવ્યું છે. આજે ઉત્તર પ્રદેશની બોટ યાત્રાએ નીકળેલા મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ઉત્તર પ્રદેશમાં બરોજગારીની જ વાત કરી હતી.

  કોંગ્રસના અધ્યક્ષ રાહુલ ગાંધી પાછલા ઘણા સમયથી જાહેર સભામાં 'ચોકીદાર ચોર હે'નો નારો લગાવી રહ્યાં છે. તેની સામે ભાજપે શનિવારે ' મે ભી ચોકીદાર' અભિયાન શરૂ કર્યું હતું જેના અનુસંધાનમાં ભાજપના કાર્યકર્તાઓ અને મંત્રીઓએ તેમજ પદાધિકારીઓએ પોતાના નામની આગળ ચોકીદાર લગાવી દીધું હતું. હાલ દેશના સોશિયલ મીડિયામાં ચાલી રહેલા આ પોલિટિકલ સાયબર વૉરમાં હાર્દિક પટેલે એક નવો વળાંક આપ્યો છે.
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Lok Sabha polls. Gujarat, કોંગ્રેસ, ભાજપ, હાર્દિક પટેલ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन