હાર્દિક ફેક્ટર ન રહ્યું અસરદાર, હવે હાર્દિક પટેલનું શું ?

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 19, 2017, 6:41 PM IST
હાર્દિક ફેક્ટર ન રહ્યું અસરદાર, હવે હાર્દિક પટેલનું શું ?
મોટી સંખ્યામાં જોવા મળી હતી લોકોની ભીડ, ભાજપને વોટ ન કરવાના લેવડાવ્યા હતા શપથ...

મોટી સંખ્યામાં જોવા મળી હતી લોકોની ભીડ, ભાજપને વોટ ન કરવાના લેવડાવ્યા હતા શપથ...

  • Share this:
વિધાનસભા 2017ની ચુંટણીના પરિણામ આવી ગયા પણ આ ચુંટણીમાં જે ફેક્ટર અસરકર્તા દેખાશે તેવુ લાગતુ હતુ તે ફેકટર ખાસ કઇ ઝળક્યા નઇ તેવા ફેક્ટર માનું જ એક ફેક્ટર એટલે હાર્દિક પટેલ. આવો જાણીએ આ સરદાર અસરદાર કેમ ન રહ્યો.

હાર્દિકે સંબોધી હતી ઘણી સભાઓ
મોટી સંખ્યામાં જોવા મળી હતી લોકોની ભીડ

ભાજપને વોટ ન કરવાના લેવડાવ્યા હતા શપથ

હવે નક્કી થઇ ચુક્યુ છે કે ફરી એક વાર ગુજરાતમાં ભાજપની જ સરકાર બનવા જઇ રહી છે, અને આ વખતની ચુંટણીમાં ગુજરાતની જનતાએ ભાજપને હરાવતા હરાવતા જીતાડ્યા અને કોંગ્રેસને જીતાડતા જીતાડતા હરાવ્યા એટલે કે ભાજપને પણ એક શીખ આપી દિધી કે ગુજરાતની જનતા સરકાર બદલી લેવામાં વાર નહી કરે. પણ આ વખતની વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસે જે ત્રણ યુવાનેતાઓને જોડે રાખીને સરકાર બનાવવાનું સપનું જોયુ હતુ શું તે પુરુ થવાની નજીક પણ કોંગ્રેસ પહોચી ?

શું થયુ હાર્દિક ફેક્ટરનું ?પાસ કન્વિનર અને અનેક આક્ષેપોનો સામનો કરીને ભાજપને હંફાવનાર હાર્દિક પટેલનું ફેટકર કઇ ખાસ ઝળકી ન શક્યુ. સૌથી મોટો પાટીદારોનો ગઢ ગણાતા સુરત જીલ્લામાં હાર્દિકે અનેક રેલીઓ કરી અને તેની રેલીમાં તેટલી મોટી જનમેદની પણ જોવા મળી કે જેટલી જનમેદની મોદીની કે પછી કોઇ પણ મોટા ગજાના નેતાની રેલીમાં જોવા મળતી હોય છે..અને આ રેલીઓ અને જીએસટી મામલે વેપારીઓના વિરોધ આંદોલનને પગલે ભાજપે સુરતમાંથી લગભગ આશા છોડી જ દિધી હતી, પરંતુ ત્યાંની જનતાએ ફરી એક વાર આ ગણતરી ખોટી પાડીને ભાજપનું જ કમળ ત્યાં ખિલવ્યુ અને 16માંથી 15 વિધાનસભા બેઠકો ભાજપના ફાળે ગઇ.

ગ્રામ્ય વિસ્તારમાં અસર, શહેરમાં નહિવત

સુરત બાદ આંદોલનની સૌથી વધુ અસર મોરબીમાં જોવા મળી હતી. જોકે મોરબીમાં આ ફેકટર અસરકારક રીતે કામ કરી ગયુ અને સતત 6 ટર્મથી જીતતા ભાજપના ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાને અહિની જનતાએ જાકારો આપીને મોરબીની ત્રણેય બેઠકો કોંગ્રેસને ધરી દિધી. તે જ રીતે અમરેલીમાં પણ પાંચમાંથી ચાર બેઠકો પર ભાજપ વિરુદ્ધનું મતદાન કરીને આ ચાર બેઠકો પણ કોગ્રેસને આપી. તે જ રીતે ઉંઝામાં કડવા પાટીદારોએ ભાજપ વિરુદ્ધ એ હદે મતદાન કર્યુ કે અહી પણ સતત 6 ટર્મથી જીતતા ખુદ પાટીદાર હોવા છતા નારાયણભાઇ પટેલ હારી ગયા. આજ રીતે ધોરાજીમાં લલીત વસોયા અને જુનાગઢની માણાવદર અને વિસાવદર અને કેટલેક અંશે તલાલામાં કોંગ્રેસની જીત માટે હાર્દિક ફેકટરને જ કારણભુત માનવામાં આવે છે.

હવે હાર્દિક પટેલનું શું ?

હાર્દિકે ભાજપની જીત બાદ પોતે પણ પ્રેસ કોન્ફ્રન્સ કરીને એ જાહેરાત કરી દીધી છે કે જીત મળી છે પણ હાર અને જીત વચ્ચે માત્ર પાતળી રેખા જ હતી, અને તેના કારણે તે પોતાના આંદોલનને હવે વધુ તે જ કરશે, અને ભાજપના ગઢમાં ગાબડુ પાડવામાં સતત નિરંતર પ્રયાસ કરતો રહેશે.
First published: December 19, 2017, 12:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading