Home /News /madhya-gujarat /

હાર્દિક પટેલે કોંગ્રેસ પાસેથી માંગી હતી 30 ટિકિટઃ દિનેશ બાંભણિયાનો ધડાકો

હાર્દિક પટેલે કોંગ્રેસ પાસેથી માંગી હતી 30 ટિકિટઃ દિનેશ બાંભણિયાનો ધડાકો

દિનેશે 30 લોકોના નામની યાદી જાહેર કરી છે

દિનેશ બાંભણિયાએ એક કથિત યાદી જાહેર કરી છે. જેમાં પાસના 30 આગેવાનોના નામ છે.

અમદાવાદઃ એક સમયે હાર્દિકના ખાસ એવા દિનેશ બાંભણિયાએ પત્રકાર પરિષદ કરીને હાર્દિક પટેલ અને પાસના અનામતને લઈને મોટા ખુલાસા કર્યા છે. દિનેશ બાંભણિયાએ એક કથિત યાદી જાહેર કરી છે. જેમાં પાસના 30 લોકોના નામ છે. બાંભણિયાનું કહેવું છે કે હાર્દિક અને તેની મંડણીએ કોંગ્રેસ પાસેથી 30 લોકો માટે ટિકિટની માંગણી કરી હતી. બાંભણિયાએ આક્ષેપ લગાવ્યો હતો કે પાસના નામે ધતિંગ ચાલી રહ્યા છે.

બાંભણિયા વધુમાં જણાવ્યું હતું કે, અનામતના નામે જે ફંડ મળ્યું હતું કે, શહીદોના ઘર સુધી પહોંચ્યું નથી. અનામત આંદોલન હવે રાજકીય દિશા તરફ આગળ વધી રહ્યું છે. હાર્દિકે પોતાની સેક્સ સીડી અંગે પણ ખુલાસા કરવા જોઈએ.

બાંભણિયાએ કહ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન સમિતિ કોઈની જાગીર નથી. મેં હજી તેના સભ્યપદેથી રાજીનામું નથી આપ્યું. હું હજી પાસમાં જ છું.

બાંભણિયાએ જે 30 લોકોની યાદી જાહેર કરી છે તેમાં, ધારી બેઠક પર જે.વી.કાકડીયા, મોરબીની બેઠક પર બ્રિજેશભાઈ મેરજા, રાજકોટ-68 બેઠક પર હિતેશભાઈ મગનભાઈ વોરા, ધોરાજી બેઠક પર લલિતભાઈ વસોયા વગેરેના નામો છે.

બાંભણિયાએ જાહેર કરેલી યાદી
First published:

Tags: 30 PASS leader, Dinesh bambhadiya, Hardik deal with congress, Pass, Press Conference, કોંગ્રેસ, ગુજરાત ચૂંટણી, હાર્દિક પટેલ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन