હાર્દિક, અલ્પેશ અને જિગ્નેશની ત્રિપુટી, રાજકીય એક્કા બન્યા

News18 Gujarati
Updated: March 7, 2019, 5:47 PM IST
હાર્દિક, અલ્પેશ અને જિગ્નેશની ત્રિપુટી, રાજકીય એક્કા બન્યા
વિધાનસભાની ચૂંટણીમાં રાજકારણની પાપાપગલી માંડતી ત્રણેયની ત્રીપુટી હવે ગુજરાતના રાજકારણના ત્રણ એક્કા બની ગયા

વિધાનસભાની ચૂંટણીમાં રાજકારણની પાપાપગલી માંડતી ત્રણેયની ત્રીપુટી હવે ગુજરાતના રાજકારણના ત્રણ એક્કા બની ગયા

  • Share this:
હિરેન ઉપાધ્યાય - અમદાવાદ

લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાતમાં રાજકીય ઉથલપાછલ શરૂ થઇ ગઇ છે. ત્યારે અલ્પેશ ઠાકોર, હાર્કિદ પટેલ અને જીગ્નેશ મેવાણીની ત્રીપુટી ફરીથી ચર્ચામાં છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને રાજકીય પક્ષો ગુજરાતના યુવા ચહેરાઓને લેવા માટેના રાજકીય સોગઠા ગોઠવવામાં લાગી ગયા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં રાજકારણની પાપાપગલી માંડતી ત્રણેયની ત્રીપુટી હવે ગુજરાતના રાજકારણના ત્રણ એક્કા બની ગયા છે આ સાથે ત્રણેય યુવા નેતાઓએ તેમની આગામી રણનીતી જાહેર ન કરીને રાજકીય સસ્પેન્સ પર પડદો પાડેલો રાખ્યો છે.

આ છે હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર, કે જે હાલ ગુજરાતના રાજકારણના એક્કા બની ગયા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં આ ત્રિપુટીએ ભાજપને રીતસરનો પરસેવો પડાવી દીધો હતો. ત્યારે લોકસભાની તમામ 26 બેઠકોને જાળવી રાખવા માટે ભાજપને આ ત્રિપુટીને તોડવી પડે તેમ છે. તો કોંગ્રેસને અલ્પેશ ઠાકોરને ટકાવી રાખીને હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીને કોંગ્રેસમાં સામેલ કરે. ત્યારે ભાજપ આડકતરી રીતે ઇચ્છી રહ્યું છે હાલ કોંગ્રેસથી થોડા નારાજ ચાલતા અલ્પેશ ઠાકોરને ભાજપનો ખેસ પહેરાવીને ઠાકોર ક્ષત્રિય સમાજના મહત્વના મતોને અંકે કરી લે. ત્યારે અલ્પેશ ઠાકોરના ભાજપમાં જવા અંગેની શરૂ થયેલી વાતોએ ભાજપને એક રાહત આપી તો, કોંગ્રેસ માટે ચિંતા ઉભી કરી છે. ભાજપ અલ્પેશ ઠાકોર મામલે સ્પષ્ટ કહે છે કે, જો અલ્પેશ ઠાકોર ભાજપમાં આવશે તો તેનો આવકાર છે અને પાર્ટીનું સગંઠન વધુ મજબુત બનશે. તો અલ્પેશે પણ તેના આયોજનને લઇને સુચક રીતે કહ્યું છે કે, તે શુક્રવારે બપોર સુધીમાં તમામ વાતોના ભેદ ખોલી શકે તેમ છે.

તો થોડા દિવસથી એ પણ અટકળો શરૂ થઇ છે કે, પાટીદાર લીડર હાર્દિક પટેલ કોંગ્રેસની ટીકીટ પરથી જામનગરથી લોકસભાની ચૂંટણી લડવાનો છે, અને હજુ પણ પાટીદારોમાં હાર્દિક પટેલનું પ્રભુત્વ જોવા મળતા કોંગ્રેસ ભાજપને 26 પૈકી વધુને વધુ બેઠકો તોડવા માટે કોંગ્રેસ હાર્કિદનો ઉપયોગ કરીને તેને સક્રિય રાજકારણમાં જામનગરની સીટથી લડાવી શકે છે. જેના કારણે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ મજબુત બની શકે તેમ છે. જોકે, જે રીતે વિધાનસભામાં હાર્દિક પટેલે ભાજપને નુકશાન કર્યું હતું. તેની અસર હજુ પણ જોવા મળી રહી છે, અને જીતુ વાઘાણીએ તો ત્યાં સુધી કહી દીધુ કે, સમાજના લોકોના મોત નીપજાવીને હાર્દિક પટેલ રાજકારણ રમી રહ્યો છે.

જ્યારે દલિત યુવા નેતા તરીકે ઉભરી આવેલા જીગ્નેશ મેવાણી ભલે અપક્ષ ધારાસભ્ય હોય પણ કોંગ્રેસ તેમને સીધી મદદ કરી રહ્યું છે અને મેવાણીની મદદથી કોંગ્રેસ વધુ વધુ મતો અંકે કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. ત્યારે એક સમયે આંદોલનથી ગુજરાતના રાજકારણમાં પ્રવેશેલી આ યુવા ત્રિપુટી કોગ્રેસ સાથે રહીને ભાજપની 26 બેઠકો આંકને ઘટાડે છે કે નહી તે જોવું રહ્યું.
First published: March 7, 2019, 4:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading