અમદાવાદ: 'પાર્લરમાં શું કામ કરો છો, કહી યુવકોએ મારી છાતી પર હાથ નાખી ટી-શર્ટ ખેંચી'


Updated: February 2, 2020, 11:08 PM IST
અમદાવાદ: 'પાર્લરમાં શું કામ કરો છો, કહી યુવકોએ મારી છાતી પર હાથ નાખી ટી-શર્ટ ખેંચી'
પ્રતિકાત્મક તસવીર

બે શખ્સો પાર્લરમાં ઘુસી આવ્યા, એક શખ્સએ છરી કાઢીને ધમકી આપી હતી કે, અજ્જુ સાથે ઝઘડો કરશો તો જાનથી મારી નાખીશ

  • Share this:
અમદાવાદ: નારાણપુરા વિસ્તારમાં બે યુવાનો દ્વારા બ્યુટીપાર્લરમાં ઘુસી યુવતીઓની છેડતી કરી મારમારી ધમાલ મચાવવાની ફરિયાદ સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસે ફરીયાદ નોંધી યુવાનોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, તમે પાર્લરમાં શું કામ કરો છો કહીને આવેલા બે શખ્સોએ યુવતીને બીભત્સ ગાળો બોલીને છાતી પર હાથ નાખી ટીશર્ટ ખેચવા લાગતા મહીલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

નારણપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બ્યુટી પાર્લર ચલાવતી મહીલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, શનિવારે તે, તેની ભત્રીજી અને બહેન પાર્લર પર હાજર હતાં તે દરમિયાન બે શખ્સો પાર્લરમાં ઘુસી આવ્યા હતાં. અને તેમને કહેલ કે પાર્લરમાં શું કરો છો. જો કે ફરીયાદી યુવતીએ હેડ મસાજ અને હેડ ફેશિયલ કરીએ છીએ તેઓ જવાબ આપતાં જ બંન્ને શખ્સો ઉશ્કેરાઇ ગયા હતાં. અને બીભત્સ ગાળો બોલવા લાગ્યા હતાં.

ફરિયાદીએ તેઓને પાર્લરની બહાર નીકળવાનું કહેતા જ અજ્જુ નામના શખ્સએ તેની છાતી પર હાથ નાખીને ટી શર્ટ ખેંચવા લાગ્યો હતો. જ્યારે સુનીલ મેઘવાલ નામના શખ્સએ તેની દીકરીની ટીશર્ટ પકડીને ખેંચવા લાગ્યો હતો. એટલું જ નહી તેમણે ગડદાપાટુનો માર મારી દુકાનનો સામાન તથા દરવાજાનો કાચ તોડી ધમાલ મચાવી હતી.

ફરિયાદીએ બંન્નેને ધક્કો મારીને બહાર કાઢી મુકતા બંન્ને શખ્સો ત્યાંથી નીકળી ગયા હતાં. જો કે થોડીવાર બાદ બંન્ને શખ્સો તેના બે મિત્રો ફરિયાદીના પાર્લર પર આવ્યા હતાં. જેમાંથી એક શખ્સએ છરી કાઢીને ધમકી આપી હતી કે, અજ્જુ સાથે ઝઘડો કરશો તો જાનથી મારી નાખીશ.

એટલું જ નહીં ચારેય શખ્સોએ ભેગા મળીને ફરિયાદી યુવતીને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતાં. જો કે આસપાસના દુકાનદારો એકઠા થઇ જતાં આ ચારેય શખ્સો પાર્લરમાં તોડફોડ કરીને ફરાર થઇ ગયા હતાં. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોચી હતી. અને ફરિયાદ નોંધીને હાલમાં વધુ તપાસ શરૂ કરી છે.
First published: February 2, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading