Shah@55: અમિત શાહના રાજકીય ઉદયનું 45 વર્ષ સુધી સાક્ષી રહ્યું તેમનું નારણપુરાનું આ ઘર

News18 Gujarati
Updated: October 22, 2019, 10:34 AM IST
Shah@55: અમિત શાહના રાજકીય ઉદયનું 45 વર્ષ સુધી સાક્ષી રહ્યું તેમનું નારણપુરાનું આ ઘર
1978માં અમિત શાહનો પરિવાર નારણપુરાની શિવકુંજ સોસાયટીમાં રહેવા આવ્યો હતો. (ફાઇલ તસવીર)

અમદાવાદમાં આવીને વસ્યા બાદ અમિત શાહે રાજકીય કારકિર્દીની શરુઆત બુથ લેવલના કાર્યકરથી કરી હતી

  • Share this:
સંજય ટાંક, અમદાવાદ : દેશની સૌથી શક્તિશાળી પાર્ટી ભાજપા (BJP)માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પછી બીજા નંબરે શક્તિશાળી નેતા તરીકે જો કોઈનું નામ ગુંજતું હોય તો તે છે અમિત શાહ (Amit Shah). અમિત શાહ કેવી રીતે બન્યા શક્તિ શાળી નેતા, કેવી રીતે અમદાવાદ (Ahmedabad) આવ્યા બાદ અમિત શાહની રાજકીય કારકિર્દીનો ઉદય થયો તે પણ જાણવું જરુરી છે. આમ તો અમિત શાહનો જન્મ સમૃદ્ધ પરિવારમાં થયો હતો. વેપારીના પુત્ર અમીત શાહ જો રાજકારણી ના બન્યા હોત તો સફળ ઉદ્યોગપતિ હોત તે નક્કી છે.. પણ તેઓએ રાજકારણ તરફ તેમના ડગ માંડ્યા અને આજે શક્તિશાળી નેતા તરીકે ઉભરી આવ્યા છે.

1978નું એ વર્ષ છે કે જ્યારે અમિત શાહ અને તેમનો પુરો પરિવાર અમદાવાદ રહેવા આવ્યો હતો. અમિત શાહના પિતા અનીલચંદ્ર શાહ વ્યવસાયે શેર બ્રોકર હતા. તેઓએ 1977માં અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી શિવકુંજ સોસાયટીમાં મકાન ખરીદ્યું હતું. શિવકુંજ સોસાયટીનું આ જ મકાન છે જ્યાં અમિત શાહ અને તેમનો પરિવાર લગભગ 45 વર્ષ સુધી રહ્યો. આ સમય દરમિયાન અમિત શાહ અને તેમના પરિવાર સાથે વિતાવેલા દિવસો તેમના અંગત સ્વજનો આજે પણ યાદ કરે છે.

આ પણ વાંચો : અમિત શાહનો 55મો જન્મ દિવસ : મોદીએ કહ્યુ, મારા સહયોગીને અનેક શુભેચ્છાઓ

અમિત શાહનો પરિવાર નારણપુરામાં આવેલી શિવકુંજ સોસાયટીમાં 45 વર્ષ સુધી રહ્યો. (ફાઇલ તસવીર)


અમિત શાહના અંગત મિત્ર ડૉ. વી. એન. શાહ જણાવે છે કે એમના પરિવારમાં એમના પિતાજીનું વેપારી બેકગ્રાઉન્ડ હતું. વેપારી બેકગ્રાઉન્ડ પોલીટીક્સ ક્યારેય વારસાઈ આવી નથી. પણ ચાતુર્ય જરુર પોલીટીક્સમાં આવ્યું છે. અમિતભાઈનો તેમના માતા પ્રત્યેનો પ્રેમ મને ખ્યાલ છે. છેક સુધી તેમના માટે તેમના માતા પ્રત્યે તેમણે કેર લીધી હતી. અમદાવાદ રહેવા આવ્યા બાદ જ 1987માં અમિત શાહના લગ્નજીવનની પણ શરુઆત થઈ હતી. એટલુ જ નહિ અહીંથી જ અમીત શાહના રાજકીય જીવનની પણ શરુઆત થઈ. એ સમયે અમિત શાહ ભાજપમાં બુથ લેવલના કાર્યકર હતા. અને બુથ લેવલના કાર્યકરથી તેઓની મહેનત અને લગનથી જ તેઓ આજે ભાજપમાં સર્વોચ્ચ પદ પર પહોંચ્યા છે.

આ પણ વાંચો : Exclusive : અમિત શાહે ધોરણ-10 અને 12નો અભ્યાસ આ સ્કૂલમાં કર્યો છેજ્યારે 1982માં સમગ્ર ભારતમાં ભાજપની માત્ર 2 સીટ હતી તે સમય અહીં રહેતા અતુલભાઈ શાહ અમિત શાહ સાથે ભાજપના કાર્યકર તરીકે કામ કરેલું છે. અમીત શાહને શિવકુંજ સોસાયટીના રહીશો સાથે એટલી આત્મીયતા બંધાઈ ગઈ છે કે આજે પણ અહીના રહીશોના જન્મ દિવસ પ્રસંગે તેઓને પત્ર લખીને શુભકામનાઓ પાઠવે છે.

અમિત શાહે રાજકીય કારકિર્દીની શરુઆત બુથ લેવલના કાર્યકરથી કરી હતી. (ફાઇલ તસવીર)


અમિત શાહના પાડોશી રાજુભાઈ જણાવે છે કે, અમિત શાહ 1978થી અહીં રહેવા આવ્યા અમે 1964થી અહીં રહીએ છીએ. નાનપણથી તેમને રાજકારણ, આરએસએસ અને દેશભક્તિ હતી. તેઓને નાનપણથી પુસ્તકોનો શોખ હતો. અબ્રાહમ લીંકન, વિવેકાનંદ, ગાંધીજી રાજકીય આગેવાનોની પુસ્તકો તેમણે વાંચ્યા છે. તો અતુલભાઈ જણાવે છે કે વર્ષોથી તેમની સોસાયટીમાં રહું છું. નાનપણથી તેમની સાથે ખુબ રમેલા છીએ ભાજપની ભારતમા 2 સીટ હતી ત્યારથી અમે સાથે છીએ. અમે સાથે બેનરો લગાડવા જતા હતા.

આ પણ વાંચો : Exclusive : 1985માં મિત્રો સાથે સોમનાથ ફરવા આવેલા અમિત શાહની ખાસ તસવીરો

જ્યારે છાયાબેન તેમના પાડોશી છે તેઓ જણાવે છે કે, અમીત ભાઈ જ્યારે આવે ત્યારે અમને મળતા તેમના દીકરાની સગાઈ હતી ત્યારે અમને બોલાવ્યા હતા. તેઓ 45 વર્ષ સુધી અહીં રહ્યાં. બધાને ફેસ ટુ ફેસ મળે છે અહીં આવ્યા પછી જ તેમના લગ્ન થયા ત્યારે પણ સોસાયટીમા સૌને બોલાવ્યા હતા.

આમ, અમિત શાહનો પરિવાર અમદાવાદ આવ્યો. અમદાવાદ આવ્યા બાદ તેમના અભ્યાસ અને તેની સાથે સંઘની પ્રવૃતિઓથી પણ તેઓ પ્રેરાયા અને અમદાવાદમાં પારિવારીક જીવનની સાથે સાથે શરું થઈ તેમના રાજકીય જીવનની શરુઆત.
First published: October 22, 2019
વધુ વાંચો
अगली ख़बर