608નું થયુ અમદાવાદ, જાણો છો શહેરનાં જન્મ દિવસે દર વર્ષે ક્યાં ચઢે છે ધજા?

News18 Gujarati
Updated: February 26, 2018, 4:53 PM IST
608નું થયુ અમદાવાદ, જાણો છો શહેરનાં જન્મ દિવસે દર વર્ષે ક્યાં ચઢે છે ધજા?
ત્રણ દરવાજાનાં આકારની કેક કટ કરવામાં આવી અને અમદાવાદનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો

ત્રણ દરવાજાનાં આકારની કેક કટ કરવામાં આવી અને અમદાવાદનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો

  • Share this:
અમદાવાદ: આજે આપણાં અમવાદનો 608મો જન્મ દિવસ છે. હેરિટેજની થીમ પર આપણા શહેરનાં જન્મ દિવસની ઉજવણી થઇ રહી છે. જેનાં ભાગ રૂપે આજે શહેરમાં બોલિવૂડ એક્ટર વિવેક ઓબરોય આવ્યા છે. તો અમદાવાદનાં જન્મ દિવસની ઉજવણી માટે ત્રણ દરવાજનાં આકારની 100 કિલોની કેક બનાવવામાં આવી છે. જેનું કટિંગ શહેરનાં મેયર ગૌતમ શાહ અને વિવેક ઓબરોય કરશે.

દર વર્ષે માણેક બુર્જને ચઢે છે ધજા
પણ આપ જાણો છો. શહેરનાં ઇતિહાસ સાથેની ખાસ વાત.. જી આ ખાસ વાત છે માણેક બુર્જ સાથે સંકળાયેલી. આજનાં દિવસે એટલે કે અમદાવાદની સ્થાપના માણેકનાથ નામનાં સંતે કરી હોવાની વાતો સૌ કોઇ જાણે છે. શહેરમાં એલિસબ્રેજનાં છેડે માણેકબાબાની સમાધી આવેલી છે. દર વર્ષે આજનાં દિવસે એટલે કે અમદાવાદનાં ફાઉન્ડેશન દિવસે અહીં તેઓ ધજા ચઢાવે છે. અને તે બાદ અહીં પૂજા થાય છે. આજે શહેરની સ્થાપનાનો પહેલો પત્થર નખાયો હતો. અમદાવાદનો પાયો 26 ફેબ્રુઆરી 1411નાં રોજ અહેમદ શાહ દ્વારા નાખવામાં આવ્યો હતો.માણેક બ્રુજને નુક્શાન એટલે અમદાવાદને નુક્શાન

માણેક બુર્જને નુક્શાન થાય તો અમદાવાદ શહેર પર જાણે ઘાત પડે તેવું માનવામાં આવે છે. શહેર સત્તા દ્વારા માણેક બુર્જનું પણ સતત ધ્યાન રાખવામાં આવતું પણ જ્યારે એલિસ બ્રીજ બન્યો અને વર્ષ 1999માં એલિસબ્રિજનું નવિનીકરણ કરવામાં આવ્યું હતું. વધતા ટ્રાફિકને કારણે બ્રિજ મોટો કરવામાં આવ્યો હતો. આ વિસ્તરણ કરવાને કારણે માણેક બુર્જને આંશિક નુક્શાન થયુ હતું. જે બાદ વર્ષ 2001માં ધરતીકંપ આવ્યો અને વર્ષ 2002માં કોમી રમખાણો થયા હતાં. ગઢનાં નુક્સાનને લીધે શહેરને નુક્શાન થયુ તેવી વાતો સત્તાધીશોનાં મનમાં બેસી ગઇ જે બાદ વર્ષ 2003માં બુર્જને પુન: સ્થાપિત કરવામાં આવ્યો.આજનાં જન્મ દિવસની ખાસ તૈયારીઓ
આજે શહેરનો હેરિટેજ થીમ પર જન્મ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. જે માટે શહેરની હેરિટેજ જગ્યાઓ.. જૂની જામા મસ્જિદ, ગણેશ મંદિર, ભદ્રકાળી મંદિર, સિદી સૈયદની જાળી અને અહમદશાહ બાદશાહનાં હજુરા. અહી સુધી રેલીનું આયોજન થયુ છે જેમાં અમદાવાદીઓ ભાગ પણ લીધો.608 માનવ સાંકળ બનાવી
આજનાં દિવસની ઉજણવીનાં ભાગ રૂપે શહેરનાં 500થી વધુ વિદ્યાર્થીઓએ મળીને 608 દેખાય તે પ્રકારે માનવ સાંકળ રચી હતી. જે બાદ ત્રણ દરવાજાનાં આકારની કેક કટ કરવામાં આવી અને અમદાવાદનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો.
First published: February 26, 2018, 3:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading