Home /News /madhya-gujarat /

અમદાવાદ: કેમ્પ હનુમાન ખાતે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી થઈ, શોભાયાત્રામાં અનેક ભક્તો જોડાયા

અમદાવાદ: કેમ્પ હનુમાન ખાતે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી થઈ, શોભાયાત્રામાં અનેક ભક્તો જોડાયા

હનુમાનજીના રથ પર ફૂલોની વર્ષા કરવા તોપ ગોઠવી

હનુમાનજીની જન્મજયંતિ (Birthday) નિમિત્તે શનિવારે કેમ્પ હનુમાન મંદિર ખાતે વહેલી સવારે મંગળા આરતી થઈ. આ પછી સવારે 7 થી 9 સુંદરકાંડ, સવારે 10 કલાકે વિશેષ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. 10:30 વાગ્યે મારુતિ યજ્ઞ કરવામાં આવ્યો.

    અમદાવાદ: હનુમાન જયંતી (Hanuman Jayanti) પર અમદાવાદના કેમ્પ હનુમાનથી (Camp Hanuman) પાલડી ખાતે વાયુ દેવ મંદિર સુધી ભવ્ય શોભાયાત્રાનું (Shobhayatra) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 14 સુશોભિત ટ્રકો, 200થી વધુ વાહનો આ યાત્રામાં જોડાયા હતાં.

    શોભાયાત્રામાં જય શ્રી રામ અને જય હનુમાનનો જયજયકાર ગુંજી ઉઠ્યો

    કોરોના કાળના બે વર્ષ બાદ અમદાવાદમાં આવેલા કેમ્પ હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિની ઉજવણી ધામધુમ પુર્વક કરાઈ હતી.મહત્વનું છે કે ઉજવણીના (Celebration) ભાગ રૂપે એક દિવસ પહેલાં જ કેમ્પ હનુમાનથી પાલડી ખાતે વાયુ દેવ મંદિર સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં હનુમાનજીની ગદા સહિતની વિવિધ ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. સમગ્ર યાત્રા દરમિયાન જય શ્રી રામ (Jay Shree Ram) અને જય હનુમાનનો (Jay Hanuman) જયજયકાર ગુંજી ઉઠ્યો હતો. રૂટમાં અનેક જગ્યાએ યાત્રાનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન પ્રસાદનું પણ અવિરત વિતરણ કરવામાં આવ્યું હતું. યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આ શોભાયાત્રા દરમ્યાન પોલીસનો (Police) ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

    હનુમાનજીના રથ પર ફૂલોની વર્ષા કરવા તોપ ગોઠવી

    શોભાયાત્રામાં 14 સુશોભિત ટ્રકો સાથે 200થી વધુ વાહનો યાત્રામાં જોડાયા હતા. જેમાં ધાર્મિક અને સામાજિક મેસેજ આપવામાં આવ્યાં હતા. આ સાથે પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં હનુમાનજીનો રથ (Rath) ખાસ ડિઝાઇન કરવામાં આવ્યો હતો. હનુમાનજીના રથ પર ફૂલોની વર્ષા કરવા માટે તોપ (Cannon) ગોઠવવામાં આવી હતી. આ યાત્રામાં 150 થી 200 ટુ વહીલર અને 50 જેટલી ગાડીઓ જોડાઈ હતી. આ સાથે શોભાયાત્રામાં કરતબો સહિત વિવિધ અખાડાવાળા પણ જોડાયા હતા.

    હનુમાનજીની જન્મજયંતિ (Birthday) નિમિત્તે શનિવારે કેમ્પ હનુમાન મંદિર ખાતે વહેલી સવારે મંગળા આરતી થઈ. આ પછી સવારે 7 થી 9 સુંદરકાંડ, સવારે 10 કલાકે વિશેષ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. 10:30 વાગ્યે મારુતિ યજ્ઞ કરવામાં આવ્યો. 11.30 કલાકે ધ્વજારોહણ અને ત્યારબાદ મહાપ્રસાદનું (Maha Prasad) આયોજન કરવામાં આવ્યું હતું.

    નાગરવેલ હનુમાન મંદિરમાં 11,000 દીવાઓ સાથે મહા આરતી

    તેવી જ રીતે શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા નાગરવેલ (Nagarvel) હનુમાન દાદાના મંદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે શનિવારે સવારે 6 કલાકે ઉત્થાપન આરતી કરવામાં આવી. આ પછી સવારે 8 વાગ્યે ધ્વજારોહણ, સવારે 9 થી 12 સુધી સુંદરકાંડના પાઠ, 12.30 વાગ્યા સુધી હનુમાન (Hanuman) જન્મોત્સવ ઉજવાયો. આ દરમિયાન કીર્તન, છપ્પનભોગ (અન્નકૂટ)નું આયોજન કરવામાં પણ આવ્યું હતું. આ પછી બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી ભંડારા અને સાંજે 5 થી 7 વાગ્યા સુધી મારુતિ મહાયજ્ઞ થશે. રાત્રે 8.30 કલાકે 11,000 દીવાઓ સાથે મહા આરતી (Maha Aarti) થશે. શહેરના અન્ય મંદિરોમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Ahmedaabad, અમદાવાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन