નવી VS હોસ્પિટલમાં ઉદ્ધાટન પહેલા જ વિવાદ, રાજનેતાઓને સોંપી દેવાનો આક્ષેપ

News18 Gujarati
Updated: December 19, 2018, 7:37 AM IST
નવી VS હોસ્પિટલમાં ઉદ્ધાટન પહેલા જ વિવાદ, રાજનેતાઓને સોંપી દેવાનો આક્ષેપ

  • Share this:
સંજય જોષી, અમદાવાદ

અમદાવાદમાં હાલમાં બનેલી વીએસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું હજુ ઉદ્ઘાટન નથી થયું એ પહેલા જ વિવાદમાં સપડાઇ છે. વીએસ હોસ્પિટલના સહ ટ્રસ્ટ ચીનાઇ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે કોર્પોરેશન દ્વારા તેને દૂર કરી રાજનેતાઓને સોંપી દેવાની તૈયારી કરી રહ્યું છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે અમદાવાદમાં વધુ એક સરકારી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનીને તૈયાર થઇ ગઇ છે. ટૂંક સમયમાં આ હોસ્પિટલનું ઉદ્ધાટન વડાપ્રધાન મોદીના હસ્તે કરવાની તૈયારી રહી છે, જો કે ઉદ્ધાટન થાય એ પહેલા હોસ્પિટલના સંચાલનને લઇને એક વિવાદ સપાટી પર આવ્યો છે. વીએસ હોસ્પિટલના સહ ટ્રસ્ટ ચીનાઇ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો કે કોર્પોરેશન હોસ્પિટલની જવાબદારી કોર્પોરેટર અને રાજનેતાઓને સોંપી દેવા ઇચ્છે છે. અમદાવાદ ચેરિટી કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલા ઓર્ડરને પિટિશનરે હાઇકોર્ટમાં પડકાર્યો છે.

ટ્રસ્ટમાંથી નામ હટાવી દેવાનો આક્ષેપ

વધુમાં ચીનાઇ ટ્રસ્ટે આક્ષેપ લગાવતા જણાવ્યું કે હોસ્પિટલનું સંચાલન શેઠ વાડીલાલ સારાભાઇ અને ચીનાઇ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. કોર્પોરેશન દ્વારા MET ટ્રસ્ટ બનાવ્યું છે જેના થકી નવી બનેલી વીએસ હોસ્પિટલના સંચાલનમાંથી ચીનાઇ ટ્રસ્ટને હટાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
First published: December 18, 2018, 10:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading