અમદાવાદઃ વિક્લાંગ વ્યક્તિનું 1.40 લાખ રૂપિયા ભરેલું પર્સ પડી ગયું, પોલીસે AMTS બસના કંડક્ટર પાસેથી અપાવ્યું પાછું

અમદાવાદઃ વિક્લાંગ વ્યક્તિનું 1.40 લાખ રૂપિયા ભરેલું પર્સ પડી ગયું, પોલીસે AMTS બસના કંડક્ટર પાસેથી અપાવ્યું પાછું
પર્સ આપતા પોલીસકર્મીઓ

પ્રદીપ પ્રજાપતિ તેમનું એક્ટિવા લઈને સરસપુર પુષ્પ રાજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે વેપાર ધંધા માટે જઇ રહ્યા હતા. આ દરમિયાન સારંગપુર પાણીની ટાંકી પાસે તેમની બેગ પડી ગઈ હતી.

  • Share this:
અમદાવાદ: કહેવાય છે કે નસિબ કોઈ છીનવી શકતું નથી. નસીબમાં હસે તો એ કોઈ પણ ભોગે મળે છે. આ વાતને સાર્થક સાબિત કરતો કિસ્સો કાલુપુર (kalupur) વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે. વિકલાંગ વ્યક્તિની રૂપિયા 1 લાખ 40 હજાર રૂપિયા ભરેલી બેગ ચાલુ વાહને પડી ગઈ હતી. જો કે એ એમ. ટી. એસના કંડકટરના (AMTS Conductor) ધ્યાને આવતા તેમણે બેગ લીધી અને પોલીસે (Police) તપાસ કરી બેગ વિકલાંગ વ્યક્તિને (Handicapped person) સુપરત કરી હતી.

પ્રદીપ પ્રજાપતિ તેમનું એક્ટિવા લઈને સરસપુર પુષ્પ રાજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે વેપાર ધંધા માટે જઇ રહ્યા હતા. આ દરમિયાન સારંગપુર પાણીની ટાંકી પાસે તેમની બેગ પડી ગઈ હોવાની અરજી તેમણે કાલુપુર પોલીસ સ્ટેશનમાં કરી હતી. જે મામલે પોલીસે અરજીના આધારે વધુ તપાસ શરૂ કરી હતી.પોલીસે સારંગપુર પાણીની ટાંકીની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા હતા. તે સીસીટીવી ફુટેજમાં એક એ એમ ટી એસ બસના કંડકટર બસમાંથી નીચે ઉતરીને બેગ લીધી હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ dating appsમાં યુવતીઓ શોધતા યુવકો સાવધાન! યુવકોને ટાર્ગેટ કરતી સુંદર મહિલા કેવી રીતે ચલાવતી હતી આખું રેકેટ?

જેથી પોલીસે રૂટ પરના આગળના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. જેમાં આ એએમટીએસ બસ નો નંબર મેળવ્યો હતો અને ડેપોમાં જઈને તપાસ કરતા જે તે સમયે આ બસના ડ્રાઇવર નરેશ બલેવા અને કંડકટર રમેશ પટેલ હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચોઃ-વિચિત્ર અકસ્માત! લક્ઝરી બસની આરપાર નીકળી ગેસ પાઈપલાઈન, 4 માસના બાળકની માતાનું માથું થયું ધડથી અલગ

આ પણ વાંચોઃ-સુરતનો ચેતવણીરૂપ કિસ્સો! ડોક્ટરના ઘરમાંથી લાખો રૂપિયાના દાગીના ચોરી ઘરઘાટી મહિલા ફરાર, કામની શોધમાં આવી હતી સુરત

જેથી પોલીસે બંને વ્યક્તિઓ ને બોલાવ્યા હતા અને બેગ અંગે જાણકારી મેળવી હતી. તેઓ જ્યારે આ રૂટ પર થી પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેમને સારંગપુર પાણીની ટાંકી પાસે એક બેગ પડેલ જોવા મળતા તેમને બસ ઉભી રાખીને બેગ લીધી હતી.અને આગળ રહીને જોતાં તેમાં રૂપિયા એક લાખ ચાલીસ હજાર રોકડા હતા. પરંતુ તેમાં કોઈ ઓળખપત્ર ન હોવાથી તેને બેગ પોતાની પાસે જ રાખી હતી.
Published by:ankit patel
First published:December 03, 2020, 19:55 pm