પ્રેમિકા સાથે લગ્ન કરવા પતિની પત્નીને ધમકી, 'જતી રહે નહીં તો પતાવીને કેનાલમાં ફેંકી દઇશ'


Updated: January 27, 2020, 8:26 AM IST
પ્રેમિકા સાથે લગ્ન કરવા પતિની પત્નીને ધમકી, 'જતી રહે નહીં તો પતાવીને કેનાલમાં ફેંકી દઇશ'
પ્રતિકાત્મક તસવીર

પતિને અન્ય મહિલા સાથે લગ્ન કરવા હોવાથી તેની પત્ની સાથે મારઝૂડ કરી પિયરમાં જવા માટે દબાણ કરતો હતો.

  • Share this:
અમદાવાદ : શહેરનાં એક પોલીસ સ્ટેશનમાં સાસરિયાઓ સામે પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે લગ્ન બાદ તેના પતિને અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હતો. તેની સાથે લગ્ન કરવા હોવાથી તે તેની સાથે મારઝુડ કરી પિયરમાં જવા માટે દબાણ કરતો હતો. કેનાલમાં ફેંકી દેવાની ધમકી પણ આપતો હતો. પરિવારમાં કોઇ તેનું ન સાંભળતા આખરે મહિલાએ પોલીસનો સહારો લઇને ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો : રાજ્યનાં આ વિસ્તારોમાં બે દિવસ માવઠાની આગાહી, 48 કલાક બાદ ફરી ઠંડીનો ચમકારો વર્તાશે

સૈજપુરમાં રહેતી 30 વર્ષીય પરિણીતાનાં પહેલા લગ્ન વર્ષ 2010માં થયા હતા. પણ તેના પતિ સાથે તેને મનમેળ ન રહેતો ન હતો. જેથી તેણે વર્ષ 2012માં છુટાછેડા લીધા હતા. બાદમાં વર્ષ 2014માં તેણે કલોલ ખાતે રહેતા એક યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સાસરિયાઓ પરિણીતાને થોડા સમય સુધી સારી રીતે રાખતા હતા. બાદમાં ઘરકામમાં વાંક કાઢી તેની સાથે ઝઘડો કરતા હતા. દરમિયાનમાં તેના પતિને અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોવાથી તે તેની પર ત્રાસ ગુજારતો હોવાનું આ પરિણીતાને જણાવ્યું છે. પતિ અવારનવાર ઘરમાંથી નીકળી જવા દબાણ કરી ધમકી આપતો હતો. પિયરમાંથી કાંઇ લાવી નથી તેમ કહી મારઝૂડ પણ કરતો હતો. જો પરિણીતા પિયરમાં નહિ જાય તો તેને કેનાલમાં ફેંકી દઇ તેને પતાવી દેશે તેવી ધમકીઓ આપવા લાગ્યો હતો.

આ પણ વાંચો : વેવાણ is Back: વેવાણ પોલીસ સ્ટેશન પહોંચ્યા, જોવા ટોળે-ટોળા ઉમટ્યા

આખરે પરિણીતા પોતાના પિયરમાં જતી રહી હતી. બંને પરિવારે ભેગા મળી સમાધાન માટેનાં અનેક પ્રયાસો પણ કર્યા હતા. પરિણીતાના પતિને તો પ્રેમિકાનાં પ્રેમનું ભૂત સવાર થયું હોવાથી તેણે ત્રાસ ગુજારવાનું શરૂ રાખતા આખરે મહિલાએ કૃષ્ણનગર પોલીસસ્ટેશનમાં સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી 498એ, 294બી, 323, 506(1) મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
First published: January 27, 2020, 8:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading