Women's Day 2020 : દેશમાં પ્રતિવર્ષ 1,45,000 જેટલી મહિલાઓનાં મૃત્યુનું કારણ છે ચોંકાવનારૂ, જાણો

Sanjay Joshi
Updated: March 6, 2020, 1:11 PM IST
Women's Day 2020 : દેશમાં પ્રતિવર્ષ 1,45,000 જેટલી મહિલાઓનાં મૃત્યુનું કારણ છે ચોંકાવનારૂ, જાણો
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદમાં ગાયનેકોલોજી સોસાયટી ઓફ ઈન્ડિયા દ્વારા સમગ્ર ભારતની મહિલા પોલીસ કર્મીઓનું આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમીતે ગર્ભાશય અને બ્રેસ્ટ કેન્સરનું ચેકઅપ કરી નિદાન કરાશે

  • Share this:
અમદાવાદ : 8 મી માર્ચે સમગ્ર ભારત મહિલા દિનની (Women's Day) ઉજવણી કરશે ત્યારે ગાયનેકોલોજી સોસાયટી ઓફ ઈન્ડિયા (gynecology society of India) દ્વારા સમગ્ર ભારતની મહિલા (Female) પોલીસ (Police) કર્મીઓનું આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમીતે ગર્ભાશય (ovarian)  અને બ્રેસ્ટ (Breast) કેન્સરનું (Cancer) ચેકઅપ (Check Up) કરી નિદાન સુધીની કાર્યવાહી હાથ ધરશે. એક સર્વે મુજબ ભારત દેશમાં સમયસર સારવાર અને નિદાનના અભાવે દેશમાં પ્રતિવર્ષ 75 હજાર જેટલી મહિલાઓ ગર્ભાશયના કેન્સરને લીધે અને 70 હજાર જેટલી મહિલાઓ સ્તન કેન્સરના લીધે અકાળે મૃત્યુ પામે છે. આમ મહિલા દિને શહેરની મહિલા પોલીસકર્મીઓનું ચેકઅપ કરી તેમને આ ગંભીર વિષય માટે જાગૃત કરાશે.

ગાયનેકોલોજી સોસાયટી ઓફ ઈન્ડિયા અને અમદાવાદ  ગાયનેકોલોજી સોસાયટી દ્વારા સમગ્ર ગુજરાતમાં મહિલા પોલીસ તથા સીઆરપીએફ કર્મચારીઓ પોલીસ ભાઈઓની માતા બહેનો માટે 8 તારીખે સવારે 9 થી 1 સમયમાં નિદાન શિબીરનુ આયોજન કરવામા આવ્યુ છે. આ શિબીરમાં તમામ મહિલાઓનુ પેપ ટેસ્ટ દ્વારા ફ્રીમાં નિદાન કરવામા આવશે. અમદાવાદમાં 7 સ્થળો પર કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ છે.

આ પણ વાંચો : Gujarat : સિંહોનાં મૃત્યુમાં ચિંતાજનક વધારો, છેલ્લા બે વર્ષમાં 261 સિંહોનાં મોતથી ખળભળાટ

જીસીએસ મેડીકલ કોલેજ અમદુપુરા, સોલા સિવિલ હોસ્પિટલ, શારદાબહેન હોસ્પીટલ સરસપુર, એલ.જી.હોસ્પીટલ મણીનગર, મમતા હોસ્પીટલ ખાડીયા, કોમ્યુનીટી ઓન્કોલીજી સેન્ટર વાસણા, વિક્ટોરીયા જુબલી હોસ્પિટલ સારંગપુર નો સમાવેશ થાય છે ઉપરાત સીઆરપીએફ ગ્રુપ સેન્ટર ગાંધીનગર ખાતે નિદાન કરાશે.

આ પણ વાંચો : અમદાવાદ : પૂર્વ પ્રેમીએ Facebook પર અંગત તસવીરો viral કરતા પરિણીતાએ કર્યો આપઘાતનો પ્રયાસ

ગાયનેક સોસાયટી ઓફ ઈંડીયાના પ્રમુખ અલ્પેશ ગાંધી જણાવે છે કે અમે ભારત ભરમાં  ગર્ભાશય અને બ્રેસ્ટ કેન્સરના નિદાન માટે ફ્રી કેમ્પ કરવા જઈ રહ્યા છીએ કેમ કે બ્રેસ્ટ કેન્સર અને સરવાઈકલ કેન્સર તેનુ નિદાન થવુ ખુબ જ જરુરી છે આજના સમયમાં જો આ કેન્સરની અગાઉથી જાણ થાય તો તેનુ સો ટકા નિદાન શક્ય છે અને જીવ બચાવી શકાય છે પરંતુ લોકોમાં અવેરનેસના અભાવને લીઘે જોખમ વધી જતુ હોય છે અને એટલે જ અમે ભારત ભરમાં આ કેમ્પો યોજી ખરા અર્થમાં મહિલા દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ.
First published: March 6, 2020, 12:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading