Home /News /madhya-gujarat /

અમદાવાદમાં 450 જેટલા જીમ એક સાથે ખૂલ્યા, સવાલ એ થાય છે કે બંધ કરવાનો ઓર્ડર કોણે આપેલો?

અમદાવાદમાં 450 જેટલા જીમ એક સાથે ખૂલ્યા, સવાલ એ થાય છે કે બંધ કરવાનો ઓર્ડર કોણે આપેલો?

અમદાવાદમાં 450 જેટલા જીમ એક સાથે ખૂલ્યા, સવાલ એ થાય છે કે બંધ કરવાનો ઓર્ડર કોણે આપેલો?

કેન્દ્ર સરકારની ગાઈડલાઇન આવતા તમામ જીમ ફરી ખુલી ગયા એટલે સવાલ થાય છે કે 15 દિવસ જીમ કોના વાંકે બંધ રહ્યા? ઓન પેપર કેમ નોટિફિકેશન આપવામાં આવી નહીં

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ અમદાવાદ શહેરમાં કોરોના વિસ્ફોટ જોવા મળ્યો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા એક મહિનાથી સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાના નિર્ણય ઓન પેપર નહીં પણ મૌખિક આપી રહી છે. જેથી ક્યાંય કોઈ જગ્યાએ ફસાય નહીં. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે 17મી માર્ચના રોજ અમદાવાદ શહેરના ક્લબ અને તમામ જીમ બંધ કરવાનો આદેશ કર્યો હતો. જે બાદ નવો ઓર્ડર ન થાય ત્યાં સુધી જીમ બંધ રાખવા હુકમ કર્યો હતો. બીજી તરફ કેન્દ્ર સરકારની ગાઈડલાઇન આવતા તમામ જીમ ફરી ખુલી ગયા એટલે સવાલ થાય છે કે 15 દિવસ જીમ કોના વાંકે બંધ રહ્યા? ઓન પેપર કેમ નોટિફિકેશલ આપવામાં આવી નહીં.

અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામામાં માત્ર કર્ફ્યૂનો ઉલ્લેખ

જે જાહેરનામું આપવામાં આવ્યું તેમાં 31મી માર્ચ 2020ના રોજ પૂર્ણ થતું હતું. એટલે પોલીસ કમિશનરે તાજેતરમાં ફરી જાહેરનામુ બહાર પાડીને કર્ફ્યૂની મુદ્દતને વધારી હતી પણ અમદાવાદ મ્યુનિ. કૉર્પોરેશન દ્વારા જીમ બંધ રાખવા અંગે કોઇ પણ પ્રકારની સૂચના આપી નથી. જેથી આજથી અમદાવાદ શહેરના મોટાભાગના જીમ ધમધમતા થઈ ગયા છે. બીજી તરફ આજે અમદાવાદના તમામ જીમ ખુલતા અમદાવાદીઓ ખુશ થઈ ગયા છે.

આ પણ વાંચો - રાજ્યમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ, રેકોર્ડબ્રેક 2410 કેસ નોંધાયા

કેવી રીતે ધ્યાન રાખવું પડશે?

અમદાવાદના જીમ સંચાલકોની SOP પ્રમાણે તમામ મેમ્બર્સને 1 કલાકના સ્લોટ આપ્યા છે. જેમાં દરેક મેમ્બર્સ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સમાં વર્ક આઉટ કરશે. આજે પહેલાં દિવસ જીમમાં ફક્ત યોગા ઍરોબિક્સ ફ્લોર વર્ક આઉટ કરાવવામાં આવ્યું હતું. ધીમે ધીમે મેમ્બર્સને તમામ વર્ક આઉટ કરવામાં આવશે અને તમામ સાધનોને સેનિટાઈઝ કરવામાં આવશે.

જીમ સંચાલકોએ તમામ મેમ્બર્સને પણ માહિતગાર કર્યા છે કે જો તમારી આસપાસ કોઈ કોરોના પોઝિટિવ રહેતા હોય અથવા કોરોના પોઝિટિવના સંપર્ક માં તમે આવ્યા હોય તો જીમ સંચાલકને તરત જાણ કરવી.
Published by:Ashish Goyal
First published:

Tags: Gym, Gym in Ahmedabad, અમદાવાદ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन