Home /News /madhya-gujarat /

કેરળના પૂરગ્રસ્તોની વહારે ગુજરાત સરકાર, 10 કરોડ રૂપિયાની સહાય

કેરળના પૂરગ્રસ્તોની વહારે ગુજરાત સરકાર, 10 કરોડ રૂપિયાની સહાય

કેરળમાં 10 દિવસથી ભારે વરસાદ અને પૂરના કારણે હાલત એકદમ કફોડી થઇ ગઇ છે

કેરળમાં 10 ભૂસ્ખલન અને પૂરથી અત્યાર સુધી 324 લોકોના જીવ ગયા છે. આશરે ત્રણ લાખ લોકો બેઘર બન્યાં છે.

    ભારે વરસાદના કારણે પાયમાલ બનેલા કેરળના પૂર આપત્તિગ્રસ્તોની વહારે ગુજરાત સરકાર આવી છે.મુખ્યમંત્રી રાહત નિધિમાંથી રૂ. ૧૦ કરોડ કેરળના પૂરપીડિતોને આપવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ કેરળમાં મેઘતાંડવથી થયેલી તારાજી અને વ્યાપક નુકશાનને પરિણામે જનજીવનને જે અસર પડી છે તેમાં પૂર આપત્તિગ્રસ્તો પ્રત્યે સંવેદના દર્શાવતા ૧૦ કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. કેરળમાં 10 દિવસથી ભારે વરસાદ અને પૂરના કારણે હાલત એકદમ કફોડી થઇ ગઇ છે. ભૂસ્ખલન અને પૂરથી અત્યાર સુધી 324 લોકોના જીવ ગયા છે. આશરે ત્રણ લાખ લોકો બેઘર બન્યાં છે.

    મુખ્યમંત્રીએ યોજી સમીક્ષા બેઠક
    ગુજરાતમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક સમીક્ષા બેઠક યોજી છે. આ બેઠકમાં બે દિવસથી રાજ્યમાં વરસી રહેલા વરસાદ અંગે ચર્ચા કરવામાં આવી હતી, તેમજ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને લઈને બેઠક યોજવામાં આવી છે.

    આ મુખ્યમંત્રીઓએ પણ કરી મદદ
    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કેરળને 10-10 કરોડ રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરી છે. જ્યારે તેલંગાનાના સીએમ ચંદ્રશેખરે પણ 24 કરોડ રૂપિયા આપવાની મદદ કરી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Flood-ravaged Kerala, Gujrat, Vijay Rupani, મુખ્યમંત્રી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन