ખેડૂતોને દિવેલાના સારા ભાવ આપવા માટે ગુજકોમાસોલ ખરીદી કરશે: દિલીપ સંઘાણી

News18 Gujarati
Updated: October 5, 2019, 4:00 PM IST
ખેડૂતોને દિવેલાના સારા ભાવ આપવા માટે ગુજકોમાસોલ ખરીદી કરશે: દિલીપ સંઘાણી
પ્રતિકાત્મક તસવીર

દિલીપ સંઘાણીએ વધુમાં જણાવ્યું કે,“જાહેર હરાજીમાંથી વેપારીઓ કરતા ઉંચા ભાવથી ખરીદી કરાશે.

  • Share this:
અમરેલી: છેલ્લા ૧૦ દિવસમાં દિવેલાના ભાવમાં પ્રતિ ૨૦ કિલોએ ૩૫૦ રૂપિયાનો ભાવ ઘટાડો થતા ખેડૂતોની હાલત કફોડી બની છે. આવા સમયે, ગુજરાત સ્ટેટ કૉ.ઑપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GUJCOMASOL)ના ચેરમેન અને પૂર્વ મંત્રી દિલીપ સંઘાણીએ જણાવ્યું કે, દિવેલા પકવતા ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી અને ખેડૂતોને મદદરૂપ થવા માટે ગુજકોમાસોલ ખેડૂતો પાસેથી દિવેલા ખરીદશે.

દિલીપ સંઘાણીએ વધુમાં જણાવ્યું કે,“જાહેર હરાજીમાંથી વેપારીઓ કરતા ઉંચા ભાવથી ખરીદી કરાશે. હું એરંડાના ભાવો મામલે રાજ્ય સરકારમાં રજૂઆત કરીશ. ખેડૂતોને તેમની ખેત પેદાશનો યોગ્ય ભાવ મળવો જોઇએ. ગુજકોમાંસોલ હંમેશા ખેડૂતોની સાથે છે,”.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારે હજુ સુધી દિવેલાના ટેકાના ભાગ જાહેર કર્યા નથી. ખેડૂતોને આશા હતી કે, સરકાર સારા ભાવ આપે ત્યારે દિવેલા વેચશે પણ આ આશા પર પાણી ફરી વળ્યું છે અને ખેડૂતો પાયમાલ થવાના આરે આવીને ઉભા છે.

દિવેલાના ભાવ ઘટતા ખેડૂતો સાવ ઓછા ભાવે તેમની જણસ વેચવા મજબૂર બન્યા છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, છેલ્લા દસ દિવસમાં દિવેલાના ભાવમાં રૂપિયા 325 થી 350 સુધીનો ઘટાડો નોંધાયો છે.

અરવલ્લી જિલ્લામાં માર્કેટિંગ યાર્ડના સુત્રોના જણાવ્યા અનુસાર, દસ દિવસ પહેલા એક મણ (20 કિલો) દિવેલાનો ભાવ 1150 રૂપિયા હતો. આ ભાવ ઘટીને હવે માત્ર રૂપિયા 800 થી 840 રૂપિયા (20 કિલો) થઇ ગયો છે. ખેડૂતોને આ ભાવ પોષાય તેમ નથી.

અરવલ્લી જિલ્લામાં ચાલુ ચોમાસા દરમિયાન સિઝનનો 130 ટકા વરસાદ પડ્યો છે. ખેડૂતો માટે આ વરસાદ અતિવૃષ્ટિ છે. એક તરફ ખેડૂતોનો મગફળીનો પાક ધોવાઇ ગયો અને બીજી તરફ, દિવેલાના પાકને પોષણક્ષમ ભાવ મળતા નથી.
First published: October 5, 2019, 3:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading