રાજ્યમાં ગુજકેટની પરીક્ષાનો પ્રારંભ, 1,36,256 વિદ્યાર્થીઓ આપી રહ્યાં છે પરીક્ષા

News18 Gujarati
Updated: April 23, 2018, 10:53 AM IST
રાજ્યમાં ગુજકેટની પરીક્ષાનો પ્રારંભ, 1,36,256 વિદ્યાર્થીઓ આપી રહ્યાં છે પરીક્ષા

  • Share this:
રાજ્યમાં ગુજકેટની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે. આ પરીક્ષા એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ લેવામાં આવી રહી છે. સમગ્ર રાજ્યમાંથી 1,36,256 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યાં છે. જેમાં A ગ્રુપમાંથી 62173 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે. જ્યારે B ગ્રુપમાંથી 73620 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. મહત્વનું છે ડિગ્રી-ડિપ્લોમાં ફાર્મસીમાં પ્રવેશ માટે રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષામાં 1 લાખ 36 હજાર 156 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આજે એક જ દિવસમાં વિદ્યાર્થીઓ એક સાથે 4 પેપર આપશે. જેમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને ગણિતના પેપરનો સમાવેશ થાય છે. આ પરિક્ષા આપવા માટે રાજ્ય બહારના 9 હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ છે.

આ પરીક્ષામાં ગુજરાત બોર્ડ, CBSE બોર્ડ, ICSE બોર્ડ, અન્ય બોર્ડના અને નેશનલ ઓપન સ્કૂશલગના વિદ્યાર્થીઓ છે. તો તેમાં CBSE બોર્ડ, ICSE બોર્ડના પણ 6 હજારથી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ છે. જ્યારે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત આ એન્ટરન્સ ટેસ્ટમાં આ વર્ષે મૂળ ગુજરાતના પરંતુ ગુજરાત બહાર અભ્યાસ કરતા હોય તેવા 9 હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે.

ગુજરાત સરકારે ગત વર્ષથી ઈજનેરીમાં પ્રવેશ માટે JEE મેઈનના સ્કોરના બદલે ગુજકેટનો સ્કોર સ્વીકાર્યો છે. અમદાવાદ શહેરનું એક અને ગ્રામ્યનું એક પરીક્ષા કેન્દ્ર સહિત ગુજરાતના 34 મુખ્ય જિલ્લા પરીક્ષા કેન્દ્રો પરથી પરીક્ષા લેવામાં આવી રહી છે.
First published: April 23, 2018
વધુ વાંચો
अगली ख़बर