Home /News /madhya-gujarat /

ચૂંટણી જાહેર થતાં ત્રીજીવાર બદલાશે GUJCET પરીક્ષાની તારીખ

ચૂંટણી જાહેર થતાં ત્રીજીવાર બદલાશે GUJCET પરીક્ષાની તારીખ

પ્રતિકાત્મક તસવીર

મતદાન હોવાને કારણે હવે ત્રીજી વખત ગુજકેટની તારીખ બદલવી પડશે. આ ઉપરાંત એપ્રિલનાં છેલ્લા સપ્તાહથી શરૂ થતી જીટીયુની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

  ન્યૂઝ 18 ગુજરાતી : ચૂંટણીપંચે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાતમાં 23મી એપ્રિલે ચૂંટણી થવાની છે જ્યારે તે જ તારીખે રાજ્યમાં ઇજનેરી-ફાર્મસી પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષાની તારીખ પણ છે. પરંતુ મતદાન હોવાને કારણે હવે ત્રીજી વખત ગુજકેટની તારીખ બદલવી પડશે. આ ઉપરાંત એપ્રિલનાં છેલ્લા સપ્તાહથી શરૂ થતી જીટીયુની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ પરીક્ષા મેમાં લેવાશે. જ્યારે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ લોકસભાની ચૂંટણી પહેલા જ પૂરી થઈ જાય છે.

  આ પણ વાંચો : ગુજરાતમાં 23 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ

  ધોરણ 12 સાયન્સ પછી ઈજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજકેટ (ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) પહેલા ગુજરાત શિક્ષણ બોર્ડે 30મી માર્ચે લેવાનું નક્કી કર્યુ હતું. પરંતુ સીબીએસઈની ધોરણ 12ની એક વિષયની પરીક્ષા 30મી માર્ચ હોવાથી વિદ્યાર્થીઓ-વાલીઓની રજૂઆતને પગલે બોર્ડે ગુજકેટની તારીખ બદલીને 4થી એપ્રિલ કરી હતી. ત્યારબાદ સીબીએસઈએ પરીક્ષા કાર્યક્રમમાં ફેરફાર કરતા 4થી એપ્રિલે પણ એક વિષયની પરીક્ષા આવતી હોવાથી ગુજરાત શિક્ષણ બોર્ડે ફરી ગુજકેટની તારીખ બદલીને 23મી એપ્રિલ કરવામાં આવી હતી.

  આ પણ વાંચો: લોકસભા સાથે જ ગુજરાતની આ વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાશે

  23મી એપ્રિલે ગુજકેટ માટે બોર્ડે પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરાવી દીધી છે જ્યારે વાલીઓ અને પરીક્ષાર્થીઓએ પણ બધુ પ્લાનીંગ એ રીતે જ કર્યું છે. ઘણાં વિદ્યાર્થીઓએ પરીક્ષા પછી ફરવા જવાનું પણ આયોજન કરી દીધું હતું. પરંતુ ફરી ગુજકેટની પરીક્ષાની તારીખ બદલાશે. ગુજરાત બોર્ડે હજુ સુધી નવી તારીખ નક્કી કરી નથી. બોર્ડ દ્વારા આ બાબતે અન્ય પરીક્ષાઓની તારીખો તપાસીને ગુજકેટની નવી તારીખ જાહેર કરી દેવાશે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Exam date, Gujcet, Lok Sabha Election, Loksabha election 2019, ગુજરાત, જીટીયુ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन