Home /News /madhya-gujarat /

Gujcet 2022: આવતીકાલે રાજ્યમાં ગુજકેટ લેવાશે, જાણો શુ છે શિક્ષણ બોર્ડનો એકશન પ્લાન

Gujcet 2022: આવતીકાલે રાજ્યમાં ગુજકેટ લેવાશે, જાણો શુ છે શિક્ષણ બોર્ડનો એકશન પ્લાન

ગુજકેટની પરીક્ષા લેવાશે

Gujcet exam 2022 board Action Plan: ગુજકેટને લઈને રાજ્યભરમાંથી અંદાજે 1 લાખ 7 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. 5461 બ્લોકમાં યોજાનાર પરિક્ષામાં 107694 વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે.

અમદાવાદઃ ડિગ્રી, ડિપ્લોમા એન્જિનિયરીંગ, અને ફાર્મસીમાં પ્રવેશ માટે 18 એપ્રિલએ ગુજકેટ (Gujcet 2022) લેવાવાની છે. જેમાં રાજ્યભરમાં 1 લાખ 8 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેને લઈને ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ખાસ એકશન પ્લાન બનાવવામાં આવ્યો છે.  ખાસ કરીને વધતી જતી ગરમીને લઈ વિધાર્થીઓને (students) કોઈ તકલીફ ન પડે તેને લઈ ખાસ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે.

ગુજકેટને લઈને રાજ્યભરમાંથી અંદાજે 1 લાખ 7 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. 5461 બ્લોકમાં યોજાનાર પરિક્ષામાં 107694 વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે. અમદાવાદ શહેરમાં 46 શાળાઓમાં 476 બ્લોકમાં વ્યવસ્થા કરાઈ છે. જેમાં કુલ 9 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

અમદાવાદ ગ્રામ્યમાં 4983 વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે. આ પરીક્ષા ગુજરાતમાં વિવિધ ડિપ્લોમા, ડિગ્રી, એન્જિનિયરિંગ અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવામાં આવે છે. રાજ્યના વિવિધ શહેરોમાં બનાવેલા કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે. ગ્રુપ A અને Bના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. પરીક્ષાનો સમય સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધીનો રહેશે.

પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેની ખાસ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. અને સીસીટીવી દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. પરીક્ષા સ્થળની આજુબાજુ 144ની કલમનો અમલ તેમજ ઝેરોક્ષની દુકાનો ખોલવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! મહિલાની સામે પાડોશી યુવકે કરી ગંદી હરકત, મહિલા શરમથી થઈ પાણી-પાણી

વિદ્યાર્થીઓ ને પરીક્ષા ખંડમાં ઇલેક્ટ્રોનિક ડીવાઇઝ લઈ જવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. આ ઉપરાંત કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પરીક્ષા સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

આ પણ વાંચોઃ-રાજકોટની શરમજનક ઘટના! 21 વર્ષની અપંગ સાવકી દીકરી સાથે સાવકા પિતાએ આચર્યું દુષ્કર્મ

મહત્વનુ છે કે વધતી જતી ગરમીના કારણે ગુજકેટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોઈ મુશકેલીનાં સર્જાય તેના માટે જિલ્લાશિક્ષણાધિકારી અને શાળા સંચાલકો વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં તમામ પરીક્ષા સેન્ટરો પર ગરમીના કારણે લીંબુ પાણી, ગ્લુકોઝની ખાસ વ્યવસ્થા કરવા શાળાઓને તાકીદ કરવામાં આવી છે. વળી  વિદ્યાર્થીઓ સેન્ટર પર પહોંચે ત્યારે તરત જ તેમને પ્રવેશ આપવા પણ તાકીદ કરાઈ છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Education News, Gujcet, ગુજરાત બોર્ડ

આગામી સમાચાર