Home /News /madhya-gujarat /

ગુજરાતની પ્રથમ ઓડિયોલૉજી એન્ડ સ્પીય લેંગ્વેજ પેથોલોજી કોલેજ શરૂ, ધોરણ-12 સાયન્સ પછી કરી શકાશે આ કોર્ષ

ગુજરાતની પ્રથમ ઓડિયોલૉજી એન્ડ સ્પીય લેંગ્વેજ પેથોલોજી કોલેજ શરૂ, ધોરણ-12 સાયન્સ પછી કરી શકાશે આ કોર્ષ

આ કોર્સ ભારત અને ગુજરાત સરકાર માન્ય છે અને તેને રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલ છે.

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં ઓડિયોલૉજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજ તેમજ બ્લોક "સી" સામે ગ્રાઉન્ડ ફ્લોર પર ગાર્ડનની અંદર જગ્યામાં આહાર કેન્દ્રનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહના હસ્તે કરવામાં આવ્યું છે.

અમદાવાદ (Ahmedabad)ના સોલામાં જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજમાં સંલગ્ન હોસ્પિટલ કાન, નાક, ગળાના વિભાગ હેઠળનો આરોગ્ય સ્વાસ્થયલક્ષી ધોરણ -12 પછી સ્નાતક કક્ષાની અભ્યાસક્રમ (course after Std-12 Science) બેચલર ઈન ઓડિયોલોજી એન્ડ સ્પીય લેંગ્વેજ પેથોલોજી" શરૂ કરવામાં આવ્યો છે. B.ASLP (બેચલર ઓફ ઓડિયોલૉજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી), આ એક પેરામેડિકલ કોર્ષ છે અને જેનો અભ્યાસક્રમ ત્રણ વર્ષનો અને ત્યાર બાદ 1 વર્ષની ઇન્ટર્નશીપ છે. ગુજરાતની આ પ્રથમ અને દેશની આ પાંચમી સરકારી ઓડિયોલૉજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજીની કોલેજ છે . જેમાં દર વર્ષે 20 વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય નક્કી કરી શકશે.

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં ઓડિયોલૉજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજ તેમજ બ્લોક "સી" સામે ગ્રાઉન્ડ ફ્લોર પર ગાર્ડનની અંદર જગ્યામાં આહાર કેન્દ્રનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહના હસ્તે કરવામાં આવ્યું છે.


આ કોર્સ ભારત અને ગુજરાત સરકાર માન્ય છે અને તેને રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલ છે. ઓટીઝમ (જન્મજાત બહેરાશ), અલ્ઝાઇમર્સ ડિઝીઝ (સાંભળવાની લગતી કોઇ પણ તકલીફનુ સ્વલિનતા), પક્ષઘાત અથવા પેરાલીસીસ (ચેતાતંત્રના રોગના કારણેથતી બોલવાની, સમજવાની તથા બોલવાની તકલીફ), અને સેરેબ્રલ સ્ટ્રોકથી પિડીત જેટલા પણ દર્દીઓ છે, તેઓનું કોમ્પુટરાઇઝ્ડ સોફ્ટવેર દ્વારા નિદાન તેમજ રિહેબિલિટેશન અહીંયા શક્ય છે. આ કોલેજમાં સમગ્ર દેશમાંથી નિમણૂક કરેલ શિક્ષકો ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો- 'મારા જીવનનો દાખલો જુઓ હું વગર કોમ્પિટિશને આ જગ્યાએ છું' : CMએ આવું કેમ કહ્યું?

સોલા સિવિલ હોસ્પિટલના બ્લોક “સી” સામે ગ્રાઉન્ડ ફ્લોર પર ગાર્ડનની અંદર જગ્યામાં "આહાર કેન્દ્ર બનાવાયું છે. જેમાં રોજના આશરે એક હજાર જેટલા હોસ્પિટલમાં દાખલ દર્દીનાં સગા વ્હાલાને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન વિના મુલ્યે આપવામાં આવશે. “આહાર કેન્દ્ર" માં ભોજન માટેનો સમય સવારે 9:00 થી બપોરે 1:00 વાગ્યાનો રહેશે. આ દર્દીઓના સગાવ્હાલાંઓને ભોજન માટે સ્વાસ્થ્યપ્રદ વાતાવરણમાં બેસીને જમી શકે તેમજ પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો- Russia Ukraine war: રશિયાનું ભયાનક પગલું, યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે પરમાણુ સબમરીન દરિયામાં ઉતારી

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં ઓડિયોલૉજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજ તેમજ બ્લોક "સી" સામે ગ્રાઉન્ડ ફ્લોર પર ગાર્ડનની અંદર જગ્યામાં આહાર કેન્દ્રનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહના હસ્તે કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલ તેમજ રાજ્યકક્ષાના આરોગ્ય લમંત્રી નિમિષાબેન સુથાર ઉપસ્થિત રહ્યા હતા.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad news, Education News, Gujarati news, Sola civil hospital

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन