ગુજરાતીઓ વધારે ઠંડી માટે તૈયાર રહો, કોલ્ડવેવની આગાહી


Updated: December 26, 2019, 7:01 PM IST
ગુજરાતીઓ વધારે ઠંડી માટે તૈયાર રહો, કોલ્ડવેવની આગાહી
ફાઈલ તસવીર

ઉતરપૂર્વના પવનને કારણે ગુજરાત રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો ગગડી રહ્યો.અને હજી પણ રાજ્યમાં લઘુતમ તાપમાન 2થી 3 ડિગ્રી ઘટશે.

  • Share this:
અમદાવાદઃ ઉતરપૂર્વના પવનને કારણે ગુજરાત રાજ્યમાં (Gujarat) લઘુતમ તાપમાનનો પારો ગગડી રહ્યો.અને હજી પણ રાજ્યમાં લઘુતમ તાપમાન (Temperature) 2થી 3 ડિગ્રી ઘટશે. તો આજે ગુરુવારે રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા નોંધાયુ છે. નલિયાનુ લઘુતમ તાપમાન 5.2 ડિગ્રી નોંધાયુ છે.અને કચ્છમાં આગામી બે દિવસ કોલ્ડવેવની સ્થિતિ રહેશે.

જોકે નલિયાનું તાપમાન યથાવત રહેશે. પરંતુ ઠંડા અને સુકા પવનો (Dry winds) ફુકાવવાના કારણે કડકડતી ઠંડીનો અહેસાસ થશે. બેથી ત્રણ દિવસ ઉતરભારત તરફના પવન ફુકાવવાના કારણે ગુજરાતમાં ઠંડીનું (cold) જોર વધશે.

આ પણ વાંચોઃ-નવા વર્ષમાં રેલવે ઘટાડી શકે છે ભાડું, આ લોકોને મળી શકે છે રાહત

ગુજરાતમાં સામાન્ય રીતે શિયાળામાં સૌથી ઠંડી નલિયામાં અનુભવાય છે. જોકે આ સિઝનનુ અત્યાર સુધીનુ સૌથી નીચુ તાપમાન નલિયામાં 5.2 ડિગ્રી રહ્યુ છે.

આ પણ વાંચોઃ-Pics: સૂર્યગ્રહણ ઉપર અંધવિશ્વાસની હદ પાર, બાળકોને જીવતા જમીનમાં દાટ્યા

જોકે ગુજરાતમાં ડિસેમ્બરનો પૂર્ણ થવા આવ્યો છે. તેમ છતા અત્યાર સુધીમાં હાથ થીજાવી દે તેવી ઠંડી પડી નથી. જોકે ચાલુ શિયાળો થોડ઼ો ગરમ રહેવાના સંકેત તો મોસમ વિભાગે આપી દિધા હતા. અને પૂર્વાનુમાન પ્રમાણે સિઝન ચાલી રહી છે.આ પણ વાંચોઃ-સુરતઃ બહેનના પ્રેમીની ચપ્પુના 18 ઘા ઝીંકી હત્યા કરનાર પિતરાઈ ભાઈની ધરપકડ

જોકે ઉતર ભારતમા ઠંડી વધી રહી છે.જેની અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે.એટલે કે ઠંડા અને સુકા પવનો ફુકાતાની સાથે ગુજરાતનુ લઘુતમ તાપમાન ઘટી રહ્યુ છે.અને ઠંડીનુ પ્રમાણ વધ્યુ છે.
First published: December 26, 2019, 6:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading