વાંચે ગુજરાત! ધો-3થી 8ના બાળકો 100 દિવસ સુધી દરરોજ 1 કલાક મોટેથી ગુજરાતી વાંચશે

News18 Gujarati
Updated: November 15, 2019, 1:18 PM IST
વાંચે ગુજરાત! ધો-3થી 8ના બાળકો 100 દિવસ સુધી દરરોજ 1 કલાક મોટેથી ગુજરાતી વાંચશે
100 દિવસ અભિયાન ચાલશે.

આગામી 25 નવેમ્બરથી 3 એપ્રિલ સુધી ત્રીજા ધોરણમાં ભણતાં બાળકો 100 દિવસ સુધી 1 કલાક મોટેથી વાંચશે.

  • Share this:
દીપિકા ખુમાણ, અમદાવાદ : આગામી સમયમાં રાજ્યભરની તમામ શાળાઓમા વાંચન અભિયાન શરુ થશે. જે અંતર્ગત ત્રીજાથી આઠમાં ધોરણના વિદ્યાર્થીઓ ક્લાસમાં મોટેથી વાંચન કરશે. આ માટે રાજ્ય સરકારે સૂચના આપી છે. 25 નવેમ્બરથી આ અભિયાન શરુ થશે. આ અભિયાન સંદર્ભે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત શાળાના બાળકોમાં બીજા સત્રના બીજા દિવસે ઉત્સાહ જોવા મળ્યા હતો. જોકે, બીજી હકીકત એવી છે કે શાળામાં 200 વિદ્યાર્થીઓની નોંધણી સામે ફક્ત 40 બાળકો જ સ્કૂલે આવ્યા હતા.

બીજું સત્ર શરૂ થતાં શિક્ષકોએ વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળાએ આવે તે માટે વાલીઓને ફોન પણ કર્યા હતા, પરંતુ શાળામાં માત્ર 40 બાળકો જ ભણતાં જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓમાં ભણતર અને ભાષા પ્રત્યે રસ કેળવાય તે માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. આ માટે આગામી 25 નવેમ્બરથી રાજ્યની તમામ શાળાઓમાં એક અનોખું દ્રશ્યો જોવા મળશે. જે અંતર્ગત દરેક વિદ્યાર્થીને 1 કલાક મોટેથી ગુજરાતી ભાષાનું વાંચન કરાવવામાં આવશે. આ અંગે વસ્ત્રાપુર વિસ્તારની જિલ્લા પંચાયત શાળાના શિક્ષક વલ્લભ કારિયાનું કહેવું છે કે, આગામી સમયમાં શરુ થનારા આ મિશનથી વિદ્યાર્થીઓને ખૂબ ફાયદો થશે.

ભાષા દીપકના પુસ્તક થકી વાંચન થશે

સરકારના શિક્ષણ વિભાગનું અનુમાન છે કે 80 ટકા વિદ્યાર્થીને ગુજરાતીમાં 50 ટકાથી ઓછા માર્ક મળે છે. રાજ્યના શિક્ષણ વિભાગે પણ સ્વીકાર્યુ છે કે ગુજરાતી ભાષા માટે વિદ્યાર્થીઓને જ્ઞાન આપવું જરુરી છે. આ માટે આગામી 25 નવેમ્બરથી 3 એપ્રિલ સુધી ત્રીજા ધોરણમાં ભણતાં બાળકો 100 દિવસ સુધી 1 કલાક મોટેથી વાંચશે. આ માટે રાજ્ય સરકાર ગુજરાતની દરેક શાળાને ભાષા દીપક નામનું પુસ્તક આપશે. આ પુસ્તકમાં 16 દિવસનો અભ્યાસક્રમ છે. આ અંગે વસ્ત્રાપુરની જિલ્લા પંચાયત શાળાના પ્રિન્સિપાલ નિમેષ ભટ્ટનું કહેવું છે કે, "ભાષાકીય જ્ઞાન માટે વિદ્યાર્થીઓને પસંદ પડે તે રીતે પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે."

ક્યાં સુધી ચાલશે અભિયાન?

25 નવેમ્બરથી શરુ થતું આ અભિયાન 100 દિવસનું છે. જેમાં બાળકોએ દરરોજ એક કલાક મોટેથી વાંચવું પડશે. ધોરણ 3થી લઈને 8માં સુધી ભણતાં તમામ બાળકોને આ રીતે વાંચન કરાવવાથી બાળકની રોજિંદી બોલચાલથી રીત પણ બદલાશે તેવું અનુમાન છે.
First published: November 15, 2019, 11:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading