અખિલેશ બાદ રામગોપાલનો નામ લીધા વિના અમરસિંહ સામે પ્રહાર, કહ્યું- એક આદમી પાર્ટીને બદબાદ કરવા પર

Haresh Suthar | Pradesh18
Updated: September 15, 2016, 3:14 PM IST
અખિલેશ બાદ રામગોપાલનો નામ લીધા વિના અમરસિંહ સામે પ્રહાર, કહ્યું- એક આદમી પાર્ટીને બદબાદ કરવા પર
#ઉત્તરપ્રદેશમાં રાજકીય વિવાદ સંકટ તરફ આગળ વધી રહ્યો છે. મુખ્યમંત્રી અખિલેશ બાદ હવે રામગોપાલે પણ નામ લીધા વિના અમરસિંહ સામે નિશાન તાક્યું છે. તેમણે કહ્યું કે, એક આદમી પાર્ટીને બરબાદ કરવા પર છે.

#ઉત્તરપ્રદેશમાં રાજકીય વિવાદ સંકટ તરફ આગળ વધી રહ્યો છે. મુખ્યમંત્રી અખિલેશ બાદ હવે રામગોપાલે પણ નામ લીધા વિના અમરસિંહ સામે નિશાન તાક્યું છે. તેમણે કહ્યું કે, એક આદમી પાર્ટીને બરબાદ કરવા પર છે.

  • Pradesh18
  • Last Updated: September 15, 2016, 3:14 PM IST
  • Share this:
નવી દિલ્હી #ઉત્તરપ્રદેશમાં રાજકીય વિવાદ સંકટ તરફ આગળ વધી રહ્યો છે. મુખ્યમંત્રી અખિલેશ બાદ હવે રામગોપાલે પણ નામ લીધા વિના અમરસિંહ સામે નિશાન તાક્યું છે. તેમણે કહ્યું કે, એક આદમી પાર્ટીને બરબાદ કરવા પર છે.

સમાજવાદી પાર્ટીમાં સર્જાયેલા ઘમાસાણ વચ્ચે ગુરૂવારે પાર્ટીના મહાસચિવ રામગોપાલ યાદવ લખનૌ પહોંચ્યા અને અંદાજે એક કલાક સુધી મુખ્યમંત્રી અખિલેશ યાદવ સાથે એમના નિવાસે મુલાકાત કરી હતી.

મુલાકાત બાદ પ્રેસ કોન્ફરન્સમાં રામગોપાલ યાદવે કહ્યું કે, એક આદમી પાર્ટીને બરબાદ કરવા પર છે. તે વ્યક્તિ નેતાજીના સરલ વ્યવહારનો ફાયદો ઉઠાવી પોતાનું કામ કરાવી રહ્યો છે. બહારના એ વ્યક્તિનું નામ ન લેતાં તેમણે કહ્યું કે, એ વ્યક્તિએ નેતાજીને કહીને એક વ્યક્તિને પ્રભારી બનાવ્યા છે.

માનવામાં આવી રહ્યું છે કે રામગોપાલ ભલે બહારના એ વ્યક્તિનું નામ ન લેતા હોય. પરંતુ એમનો ઇશારો અમરસિંહ તરફ જ છે. તેમણે કહ્યું કે, આ આદમી શરુઆતથી જ પાર્ટીને બરબાદ કરવા પર છે. હવે મુખ્યમંત્રી એ ક્યાં સુધી સહન કરે?

અમરસિંહ સામે નિશાન સાધતાં તેમણે કહ્યું કે, જે સમાજવાદી નહીં તો એ ક્યાંનો મુલાયમવાદી? અહીં નોંધનિય છે કે, અમરસિંહ શુરઆતથી જ કહેતા આવ્યા છે કે, હું સમાજવાદી નહીં પરંતુ મુલાયમવાદી છું.

તેમણે કહ્યું કે, મુલાયમસિંહ સાથેની અખિલેશની મુલાકાત બાદ આ મામલે ઉકેલ આવશે. પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગની પણ જરૂરીયાત નથી.
First published: September 15, 2016, 3:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading