Home /News /madhya-gujarat /

નવી મુંબઇમાં પાંચ બંદૂકધારી દેખાતાં ફફડાટ, હાઇ એલર્ટ

નવી મુંબઇમાં પાંચ બંદૂકધારી દેખાતાં ફફડાટ, હાઇ એલર્ટ

જમ્મુના ઉરી સેક્ટરમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં આતંકવાદી હુમલાને લઇને એલર્ટ જેવી સ્થિતિ છે ત્યાં આજે સવારે નવી મુંબઇના ઉરણ વિસ્તારમાં પાંચ બંદૂકધારીઓ દેખાયા હોવાના દાવાને લઇને ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.

જમ્મુના ઉરી સેક્ટરમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં આતંકવાદી હુમલાને લઇને એલર્ટ જેવી સ્થિતિ છે ત્યાં આજે સવારે નવી મુંબઇના ઉરણ વિસ્તારમાં પાંચ બંદૂકધારીઓ દેખાયા હોવાના દાવાને લઇને ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.

  • Pradesh18
  • Last Updated :
મુંબઇ #જમ્મુના ઉરી સેક્ટરમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં આતંકવાદી હુમલાને લઇને એલર્ટ જેવી સ્થિતિ છે ત્યાં આજે સવારે નવી મુંબઇના ઉરણ વિસ્તારમાં પાંચ બંદૂકધારીઓ દેખાયા હોવાના દાવાને લઇને ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.

નવી મુંબઇના ઉરણ વિસ્તારમાં સેનાની વર્દીમાં ચાર શંકાસ્પદ શખ્સો દેખાયા હોવાની ખબર સામે આવી છે. સ્કૂલના બાળકોએ પોલીસને જણાવ્યું કે, ચાર લોકો આર્મીના ડ્રેસમાં ખભે બંદૂક રાખી હતી. આ વાતની જાણકારી મળતાં નવી મુંબઇ પોલીસ અને એટીએસ એલર્ટ થઇ છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. મુંબઇ થાણે, નવી મુંબઇ, રાયગઢમાં હાઇ એલર્ટ જાહેર કરી દેવાયું છે. ઉપરાંત તમામ પશ્વિમી નેવી કમાન્ડ હાઇ એલર્ટ પર છે.

સાથોસાથ પશ્વિમી નેવી બેઝને હાઇ એલર્ટ જાહેર કરાયું છે. મહારાષ્ટ્રના ડીજીપી સતીષ માથુપે આ વાતને સમર્થન આપતાં પોલીસ આ મામલે ગંભીરતાથી નજર રાખી રહી હોવાનું જણાવ્યું હતું. માથુરના જણાવ્યા અનુસાર સવારે સાડા છ વાગ્યાના અરસામાં આ શંકાસ્પદો દેખાયા હતા. એક છાત્રાએ ચાર શંકાસ્પદો આર્મીના ડ્રેસમાં હતા તો એક વિદ્યાર્થીએ જણાવ્યું કે એક પઠાણી શૂટમાં હતો.

નવી મુંબઇના જોઇન્ટ સીપી મધુકર પાંડેએ સીએનએન ન્યૂઝ 18ને જણાવ્યું કે, એક બાળકીએ શંકાસ્પદોને દેખ્યા હતા. અમે એની તપાસ કરી રહ્યા છીએ.

પોલીસ અને એટીએસ ઉપરાંત નેવી અને કોસ્ટ ગાર્ડ પણ સર્ચ ઓપરેશનમાં જોડાયું છે. આ માટે હેલીકોપ્ટરોની મદદ પણ લેવામાં આવી રહી છે. નેવલ બેઝને બધી રીતે એલર્ટ કરી દેવાયું છે. વાયુસેના પણ એલર્ટ પર છે.

હાઇ એલર્ટને પગલે તમામ કોસ્ટલ વિસ્તારો નજીક નાકાબંધી કરી દેવામાં આવી છે. શંકાસ્પદ ગાડીઓ ચેક કરવામાં આવી રહી છે. કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મુંબઇના સૌથી વીઆઇપી વિસ્તાર માલાબાર હિલ તરફ જવાના કોસ્ટલ રોડ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
First published:

Tags: આતંકવાદી હુમલો, મુંબઇ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन