ગુજરાતમાં મુસ્લિમોની સ્થિતિ સમગ્ર દેશમાં સૌથી વધારે સારીઃ વિજય રૂપાણી

News18 Gujarati
Updated: December 26, 2018, 1:56 PM IST
ગુજરાતમાં મુસ્લિમોની સ્થિતિ સમગ્ર દેશમાં સૌથી વધારે સારીઃ વિજય રૂપાણી
વિજય રૂપાણી

રૂપાણી ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડની નવીનીકરણ પામેલી કચેરી તેમજ સીટીઝન ચાર્ટરના લોકાર્પણ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ગુજરાતમાં ભાજપા સરકાર તૃષ્ટિકરણ કે વોટબેંકની રાજનીતિ નહીં માત્ર વિકાસના એક માત્ર લક્ષ્ય સાથે ૨૩ વર્ષથી થી સુશાસન આપી રહી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે વિકાસ એ જ માત્ર અમારો એજન્ડા છે. સાડા છ કરોડ ગુજરાતીઓના સર્વગ્રાહી વિકાસમાં જાતિ-પાતિ કોમ ધર્મ સંપ્રદાયથી ઉપર ઊઠીને ગુજરાત અમારો આત્મા- પરમાત્મા એવા સર્વાંગી ઉન્નતિ ભાવથી સરકારે શાસન દાયિત્વ નિભાવ્યું છે.

રૂપાણીએ ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડની નવીનીકરણ પામેલી કચેરી તેમજ સીટીઝન ચાર્ટરના લોકાર્પણ અવસરે ઉપસ્થિત વિશાળ લઘુમતી સમુદાયોને સંબોધન કરી રહ્યા હતા. તેમણે સુરતના એકતા ટ્રસ્ટને એમ્બ્યુલન્સ કમ શબવાહિનીની ચાવી અર્પણ કરી લોકાર્પણ કર્યુ હતું.

રૂપાણીએ દેશમાં મુસ્લિમોની સૌથી સારી સ્થિતિ ગુજરાતમાં છે તેવા, સાચર કમિટીના અહેવાલનો ઉલ્લેખ કરતાં કહ્યું કે જેમણે દેશમાં ૫૦-૫૦ વર્ષ રાજ કર્યું તેવા કોંગ્રેસ પક્ષે મુસ્લિમ સમુદાયનો વોટ બેન્ક તરીકે જ ઉપયોગ કર્યો અને શિક્ષણ, રોજગાર, આર્થિક ક્ષેત્રે પાછળ રાખવા કોંગ્રેસ જ જવાબદાર છે. કોંગ્રેસે જ સાચર કમિટીને દેશમાં લઘુમતીઓની સ્થિતિના સર્વે માટે નીમીને તૃષ્ટિકરણની રાજનીતિ કરી છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.તેમણે કહ્યું કે મત માટે માણસ નહીં પરંતુ માણસને કેન્દ્રમાં રાખીને યોજનાઓ અને કાર્યપદ્ધતિ અમે વિકસાવી છે. ગુજરાતમાંથી સૌથી વધુ મુસ્લિમો હજ પઢવા જાય છે એ જ મુસ્લિમોની આર્થિક પ્રગતિની નિશાની છે એવો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે અમે જે યોજનાઓ બનાવીએ છીએ તેમાં ગરીબ વંચિત પીડિત લઘુમતી બહુમતી સૌનો વિકાસ કેન્દ્ર સ્થાને રાખીને જ બનાવીએ છીએ. મત મેળવવા માટે યોજના બનાવવાનું નહીં, અપિઝમેન્ટની રાજનીતિ પણ નહીં પરંતુ જસ્ટિસ ટુ ઓલનો ધ્યેય ભારતીય જનતા પાર્ટીએ અપનાવ્યો છે ત્યારે હવે સત્યને પારખવાનો સમય આવી ગયો છે એમ મુખ્યમંત્રીશ્રીએ સૌના સાથ સૌના વિકાસની વિભાવના સ્પષ્ટ કરતા જણાવ્યું હતું.
First published: December 26, 2018, 1:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading