Home /News /madhya-gujarat /

વ્યાપમ કૌભાંડ : સીબીઆઇના પાંચ સ્થળોએ દરોડા, કરોડોની સંપત્તિ અને દસ્તાવેજ મળ્યા

વ્યાપમ કૌભાંડ : સીબીઆઇના પાંચ સ્થળોએ દરોડા, કરોડોની સંપત્તિ અને દસ્તાવેજ મળ્યા

#મધ્યપ્રદેશના બહુચર્ચિત વ્યાપક કૌભાંડની તપાસ કરી રહેલ કેન્દ્રિય તપાસ બ્યૂરો (સીબીઆઇ)એ શુક્રવારે ભોપાલની ચિરાગુ મેડિકલ કોલેજ સહિત પાંચ સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં કરોડોની સંપત્તિ અને મહત્વના દસ્તાવેજ હાથ લાગ્યા છે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #મધ્યપ્રદેશના બહુચર્ચિત વ્યાપક કૌભાંડની તપાસ કરી રહેલ કેન્દ્રિય તપાસ બ્યૂરો (સીબીઆઇ)એ શુક્રવારે ભોપાલની ચિરાગુ મેડિકલ કોલેજ સહિત પાંચ સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં કરોડોની સંપત્તિ અને મહત્વના દસ્તાવેજ હાથ લાગ્યા છે.

વ્યાપમ ચિકિત્સા મહાવિદ્યાલયો સહિત વ્યાવસાયિક પાઠ્યક્રમમાં પ્રવેશ અને તૃતીય અને ચોથી શ્રેણીની નોકરીની પરીક્ષાનું આયોજન કરે છે. પરીક્ષાઓમાં મોટા પાયે ગેરરીતિનો પર્દાફાશ થતાં આ મામલે ગત જુલાઇ 2015ના રોજ સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર સમગ્ર તપાસ સીબીઆઇને સોંપવામાં આવી છે.

સીબીઆઇએ આ મામલે તપાસ કરતાં શુક્રવારે ભોપાલના બૈરાગઢ સ્થિત ચિરાગુ ચિકિત્સા મહાવિદ્યાલય સહિત અન્ય ચાર સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન ચિકિત્સા મહાવિદ્યાલયમાંથી કરોડોની બેનામી સંપત્તિ અને મહત્વના દસ્તાવેજ હાથ લાગ્યા છે.

અહીં નોંધનિય છે કે, વ્યાપમ દ્વારા નોકરી માટે ભરતી પરીક્ષા ઉપરાંત મેડિકલમાં પ્રવેશની પરીક્ષા લેવામાં આવે છે. જેમાં મોટાપાયે ગેરરીતિનું કૌભાંડ સામે આવતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
First published:

Tags: દરોડા, મધ્યપ્રદેશ, વ્યાપમ કૌભાંડ, સીબીઆઇ

આગામી સમાચાર