જમ્મુ કાશ્મીર: સોપોરમાં જીવતો પકડાયો લશ્કર એ તોયબાનો આતંકી ઉમર

Haresh Suthar | Pradesh18
Updated: November 4, 2016, 11:45 AM IST
જમ્મુ કાશ્મીર: સોપોરમાં જીવતો પકડાયો લશ્કર એ તોયબાનો આતંકી ઉમર
જમ્મુ કાશ્મીરના સોપોરમાં સુરક્ષાબળોએ લશ્કર એ તોયબા સાથે સંકળાયેલ એક આતંકવાદીને જીવતો પકડી લીધો છે. સ્થાનિક પોલીસ અને 22 રાષ્ટ્રીય રાઇફલ્સના સંયુક્ત ઓપરેશન દરમિયાન ઉમર નામનો એક કુખ્યાત આતંકવાદી જીવતો ઝડપાયો છે. જ્યારે અન્ય આતંકીઓની તપાસ ચાલું છે.

  • Pradesh18
  • Last Updated: November 4, 2016, 11:45 AM IST
  • Share this:
જમ્મુ #જમ્મુ કાશ્મીરના સોપોરમાં સુરક્ષાબળોએ લશ્કર એ તોયબા સાથે સંકળાયેલ એક આતંકવાદીને જીવતો પકડી લીધો છે. સ્થાનિક પોલીસ અને 22 રાષ્ટ્રીય રાઇફલ્સના સંયુક્ત ઓપરેશન દરમિયાન ઉમર નામનો એક કુખ્યાત આતંકવાદી જીવતો ઝડપાયો છે. જ્યારે અન્ય આતંકીઓની તપાસ ચાલું છે.

સુરક્ષાબળોએ ગુરૂવારે સોપોરના તુજ્જર વિસ્તારમાં લશ્કરના આતંકવાદીઓ છુપાયેલા હોવાની બાતમી મળી હતી. જેને પગલે સુરક્ષાબળોએ આ વિસ્તારને ચોમેરથી ઘેરી લઇને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કલાકો સુધી ચાલેલા આ ઓપરેશન બાદ આતંકી ઉમરને જીવતો દબોચી લેવાયો હતો.

આ પહેલા મંગળવારે બાંદીપુરામાં પણ સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી. ત્યારે એક ગામમાં બે ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની વિગતો સામે આવી હતી. કલાકો સુધી ચાલેલા સર્ચ ઓપરેશનમાં સુરક્ષાબળોને એ વખતે કોઇ સફળતા મળી ન હતી. આતંકીઓ તક જોઇ ભાગી ગયા હતા.
First published: November 4, 2016
વધુ વાંચો
अगली ख़बर