રાહત : દિવ્યાંગો, વૃધ્ધો અને મહિલાઓ માટે અલગ લાઇન કરાશે
રાહત : દિવ્યાંગો, વૃધ્ધો અને મહિલાઓ માટે અલગ લાઇન કરાશે
#બ્લેક મની સામે કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલી સર્જિકલ સ્ટ્રાઇકને પગલે બેંકમાંથી નાણાં ઉપાડવા માટે લોકોની બેંકોમાં ભારે ભીડ લાગી રહી છે. જેને પગલે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે રાહતના સમાચાર છે કે લાગતી લાંબી કતારોમાં હવે દિવ્યાંગો, વૃધ્ધો અને મહિલાઓ માટે અલગથી લાઇન કરવા બેંકોને તાકીદ કરવામાં આવી છે.

અમદાવાદ #બ્લેક મની સામે કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલી સર્જિકલ સ્ટ્રાઇકને પગલે બેંકમાંથી નાણાં ઉપાડવા માટે લોકોની બેંકોમાં ભારે ભીડ લાગી રહી છે. જેને પગલે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે રાહતના સમાચાર છે કે લાગતી લાંબી કતારોમાં હવે દિવ્યાંગો, વૃધ્ધો અને મહિલાઓ માટે અલગથી લાઇન કરવા બેંકોને તાકીદ કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બ્લેક મની અને ભ્રષ્ટાચારને નાથવા માટે દેશના ચલણમાંથી 500 અને 1000 રૂપિયાની ચલણી નોટ રદ કરવા નિર્ણય લેતાં નવી નોટ લેવા તથા જુની નોટો પોતાના બેંક ખાતામાં જમા કરાવવા માટે બેંકોમાં ભારે ભીડ જામી રહી છે.
વહેલી સવારથી જ બેંકો, પોસ્ટ ઓફિસ બહાર કતારો લાગી રહી છે જેમાં વૃધ્ધો મહિલાઓ અને દિવ્યાંગોને પણ ઉભા રહેવું પડતું હોવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે આ અંગે છેવટે સરકાર દ્વારા બેંકોને આદેશ કરાયો છે અને અલગથી લાઇનો કરવા તાકીદ કરવામાં આવી છે.
#મર્યાદા વધારાઇ : જુની નોટો બદલવા તથા જમા કરાવવા મામલે પડી રહેલી હાલાકીઓને જોતાં કેટલાક સુધારા કરાયા છે. હવે 2000 ને બદલે રોજ 2500 રૂપિયા એટીએમમાંથી ઉપાડી શકાશે જ્યારે 4000ને બદલે 4500 રૂપિયા બદલાવી શકશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર