નરેશ-મહેશ કનોડિયાએ કર્યું મતદાન, ગીત ગાઈને કહ્યું,'સત્યનો થશે વિજય'

News18 Gujarati
Updated: April 23, 2019, 1:12 PM IST
નરેશ-મહેશ કનોડિયાએ કર્યું મતદાન, ગીત ગાઈને કહ્યું,'સત્યનો થશે વિજય'
નરેશ-મહેશ અને હિતુ કનોડિયાએ મતદાન કરવા માટે અપીલ કરી હતી

ગુજરાતના જાણીતા અભિનેતા અને નેતાઓના કનોડિયા પરિવારની મતદાન માટે અપીલ ગીત ગાઈને કહ્યું, 'સાથી હાથ બઢાના, એક અકેલા થક જાયેગા, મિલકર બોજ ઉઠાના....

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : રાજ્યમાં ગુજરાતી ફિલ્મોથી રાજકારણમાં પ્રવેશ કરનારા કનોડિયા પરિવારે આજે મતદાન કર્યુ હતું. કનોડિયા બંધુ નરેશ-મહેશ સાથે હિતુ કનોડિયાએ મતદાન કરી અને ગુજરાતીઓને મતદાન માટે અપીલ કરી હતી.

નરેશ કનોડિયાએ કહ્યું, “આજે દરેક લોકોએ મતદાન કરવું જોઈએ ટાટા બિરલા હોય કે ઝૂંપડામાં રહેતા લોકો સૌનો મત એક સમાન છે. આજે જ્યારે લોકો મતદાન કરતાં પહેલાં પોતાના મા-બાપ વડીલોનો આશિર્વાદ લેતા હોય છે ત્યારે હું મારા તીર્થ સમાન મારા મોટા ભાઈ નરેશ ભાઈના આશિર્વાદ લઉ છું. સૌ મતદાન કરજો, સત્યનો જ વિજય થશે.”

આ પણ વાંચો : રાજ્યમાં 24.50% મતદાન, સૌથી વધુ બનાસકાંઠામાં 29.42%, અમદાવાદ પશ્ચિમમાં સૌથી ઓછું 18.26% વોટિંગ

હિતુ કનોડિયાએ યુવાનોને અપીલ કરતા કહ્યું,“યંગસ્ટર્સ તમે જીમમાં જાવ છો, નાઇટ આઉટ્સ કરો છો, પાર્ટી કરો છો તેટલા જ ઉત્સાહથી મતદાન કરજો કારણ કે તમારો એક વોટ આવનારા પાંચ વર્ષ માટે તમારૂ ભવિષ્ય ઘડશે.”

મહેશ-નરેશ અને હિતુ કનોડિયાએ મતદાન કરી અને સાથે ગીત ગાઈને કહ્યું હતું કે 'સાથી હાથ બઢાના એક અકેલા થક જાયેંગા મિલ કર બોજ ઊઠાના સાથી હાથ બઢાના' ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં નરેશ કનોડિયાનો ચાર્ટડ પ્લેન સાથેનો વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ કહેતા નજરે આવ્યા હતા કે લોકો મને પૂછે કે તમે છેલ્લે છેલ્લે કેમ દેખાયા ? તો મારે કહેવું છે કે હિરોની એન્ટ્રી ક્લાઇમેક્સમાં જ થાય છે અને વિલનની હાર અને હિરોની જીત થાય છે.
First published: April 23, 2019, 11:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading