ગુજરાતીઓએ ઠંડી માટે જોવી પડશે રાહ, ગુરૂ અને શુક્રવારે માવઠાની શક્યતા

ગુજરાતીઓએ ઠંડી માટે જોવી પડશે રાહ, ગુરૂ અને શુક્રવારે માવઠાની શક્યતા
પ્રતીકાત્મક તસવીર

શિયાળાની ઠંડીનો અહેસાસ થતો નથી. કારણ કે, પવન દક્ષિણ પૂર્વ દિશામાંથી ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે સામાન્ય કરતા તાપમાન ઊંચું નોંધાયું છે.

  • Share this:
22 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધીમાં ત્રણ વાવાઝોડા સક્રિય થયા છે. જોકે, વાવાઝોડાની અસર ગુજરાતને થઈ નથી.પરંતુ વાવાઝોડાના કારણે પવનની દિશા બદલાઇ ગઇ છે. સામાન્ય રીતે ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડી પડતી હોય છે. પરંતુ ડિસેમ્બર મહિનાનું એક સપ્તાહ પૂર્ણ થવા આવ્યું છે. તેમ છતાં પણ શિયાળાની ઠંડીનો અહેસાસ થતો નથી. કારણ કે, પવન દક્ષિણ પૂર્વ દિશામાંથી ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે સામાન્ય કરતા તાપમાન ઊંચું નોંધાયું છે.

ડિસેમ્બર મહિનામાં સામાન્ય રીતે તો ઉત્તર તરફના પવન ફૂંકાવવાના શરૂ થઈ જતા હોય છે. પરંતુ હજી પણ ઉત્તર તરફના પવન ફૂંકાતા નથી. ડિસેમ્બર મહિનામાં નલિયાના તાપમાનનો પારો ગગડવા લાગે છે. પરંતુ મહત્તમ તાપમાન તો ઊંચું છે પરંતુ લઘુતમ તાપમાન 14 નોંધાયું છે.અમદાવાદ: કેમિકલ કંપનીઓમાં લાગી પ્રચંડ આગ, અન્ય ચાર ફેક્ટરીઓમાં પ્રસરાઇ, બ્રિગેડ કોલ જાહેર

વાતાવરણમાં આવશે પલટો

શિયાળાની ઠંડીનો અહેસાસ તો થતો નથી. પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારો, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના એકાદ વિસ્તારના વાતાવરણમાં પલટો આવશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોકટર જ્યંત સરકારે જણાવ્યું છે કે, 10 અને 11 ડિસેમ્બરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વાતાવરણ પર અસર થશે અને ગીર સોમનાથ, ભાવનગર, સુરત, વડોદરા, પંચમહાલ, દાહોદ અને આણંદ જિલ્લામાં છુટા છવાયા વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે.આગામી 3થી 4 દિવસ તો તાપમાન યથાવત રહશે

હવામાન વિભાગના ડાયરેક્ટર ડોકટર જ્યંત સરકારે જણાવ્યું છે કે, દક્ષિણ પૂર્વ તરફના પવન ફૂંકાય રહ્યા છે. આગામી 3થી 4 દિવસ તો તાપમાન યથાવત રહશે અને ત્યાર બાદ ઉત્તર તરફના પવન ફૂંકાશે અને લઘુતમ તાપમાન ઘટશે. આ સાથે ઠંડીનો અહેસાસ થશે.
Published by:Kaushal Pancholi
First published:December 09, 2020, 09:45 am

ટૉપ ન્યૂઝ