અંબાલાલ પટેલે ગુજરાતમાં ફેબ્રુઆરીમાં માવઠાની કરી હતી આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું?

અંબાલાલ પટેલે ગુજરાતમાં ફેબ્રુઆરીમાં માવઠાની કરી હતી આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું?
છેલ્લા થોડા દિવસથી લઘુતમ અને મહત્તમ તાપમાનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે

છેલ્લા થોડા દિવસથી લઘુતમ અને મહત્તમ તાપમાનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ આજથી દક્ષિણ પૂર્વના પવનને કારણે દિવસ દરમિયાન ગરમીમાં વધારો થઈ શકે.

 • Share this:
  રાજ્યમાં (Gujarat) ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા, ગુજરાત તરફ ઠંડા પવનો (coldwave) ચાલુ રહેવાથી છેલ્લા થોડા દિવસથી ઠંડીનું (winter) જોર યથાવત રહ્યુ હતું. હવામાન વિભાગના (meteorological department) મતે મંગળવારથી ઠંડીમાં ઘટાડો થશે. જ્યારે હવામાન વિશેષજ્ઞ અંબાલાલ પટેલે (Ambalal Patel) કરેલી આગાહી પ્રમાણે ફેબ્રુઆરીનાં 11 દિવસમાં માવઠું પડી શકે છે.

  ઠંડીનું જોર ઘટશે  છેલ્લા થોડા દિવસથી લઘુતમ અને મહત્તમ તાપમાનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ આજથી દક્ષિણ પૂર્વના પવનને કારણે દિવસ દરમિયાન ગરમીમાં વધારો થઈ શકે. સોમવારે અમરેલી 7.8 ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યું હતું જ્યારે અમદાવાદમાં 11.6 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાનનો પારો હતો. હવામાન વિભાગના મતે ગુજરાતમાં આગામી 2થી ત્રણ દિવસમાં 4 ડિગ્રી સુધી તાપમાન વધતાં ઠંડીમાં ઘટાડો અનુભવાશે. જોકે, ત્યારબાદ બે દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીમાં સાધારણ વધારો થઇ શકે છે.

  માવઠાની પણ આગાહી

  ફ્રેબ્રુઆરીની શરૂઆતમાં માવઠાની શક્યતાની આગાહી હવામાન વિશેષજ્ઞ અંબાલાલ પટેલે પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, એક નહિ પરંતુ બે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેના કારણે ઉત્તર ભારત,રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં 1થી 11 ફેબ્રુઆરી સુધીમાં વરસાદ થશે. સમગ્ર ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં કમોસમી વરસાદ થશે.આગાહી સાથે ખેડૂતોને સલાહ પણ આપી છે કે, ફેબ્રુઆરી શરુઆત વાતાવરણ પલટો આવવાનો જેને પાકને રાખવા માટેની વ્યવસ્થા કરી લે.

  ગોધરા પરવડી બાયપાસ પાસે મુસાફરોથી ભરેલી ખાનગી બસ પલટી, બે લોકો ગંભીર ઘાયલ

  વૃશ્ચિક રાશિના જાતકોને થઇ શકે છે અચાનક નફો, જાણો આપનું આજનું રાશિફળ  5મી તારખથી ફરી ઠંડી વધશે

  હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદમાં આગામી બે દિવસ 12થી 14 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન રહેવાની સંભાવના છે. એટલે ગરમીમાં વધારો નોંધાશે. જોકે, 5 ફેબુ્રઆરી બાદ ઠંડીમાં ફરી સાધારણ વધારો થઇ શકે છે. સોમવારે અમરેલી ઉપરાંત 9.2 ડિગ્રી સાથે નલિયા, 9.5 ડિગ્રી સાથે ગાંધીનગર, જ્યાં 10 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 11.6 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.4 ડિગ્રીનો ઘટાડો જ્યારે 32.4 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.2 ડિગ્રીનો વધારો નોંધાયો હતો.
  Published by:Kaushal Pancholi
  First published:February 02, 2021, 09:44 am

  ટૉપ ન્યૂઝ