Home /News /madhya-gujarat /કડકડતી ઠંડીથી રાજ્યમાં જનજીવન પ્રભાવિત, ક્યારે મળશે રાહત? જાણો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

કડકડતી ઠંડીથી રાજ્યમાં જનજીવન પ્રભાવિત, ક્યારે મળશે રાહત? જાણો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલની આગાહી

Gujaart winter news: આજે નલિયાનું તાપમાન 4.8 ડીગ્રી નોંધાયું છે જ્યારે, ગાંધીનગરમાં લઘુતમ તાપમાન 5.5 ડિગ્રી છે.

અમદાવાદ: રાજ્યમાંથી (Gujarat Winter Updates) વેસ્ટર્ન ડિસ્ટર્બન પસાર થયા બાદ ઠંડીનું જોર વધી રહ્યું છે. રાજ્યમાં ઉત્તરીય પવન ફૂંકાય રહ્યા છે. ઠંડા અને સૂકા પવન ફૂંકાતા લઘુતમ તાપમાનનો પારો ગગળ્યો છે. લઘુતમ તાપમાન સતત ગગડી રહ્યું છે ઠંડી વધતા જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 3 દિવસ કોલ્ડ વેવ (cold wave) રહેશે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની (Ambalal Patel forecast) આગાહી પ્રમાણે ત્રણ દિવસ બાદ ઠંડીનું જોર ઘટશે.

ક્યાં ગગડશે ઠંડીનો પારો?

અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ, આણંદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમરેલી, મોરબી, ભાવનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, જુનાગઢ અને કચ્છમાં શીત લહેર ફરી વળશે. આગામી 3 દિવસ ઠંડી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે.

આજે નલિયાનું તાપમાન 4.8 ડીગ્રી

રાજ્યમાં છેલ્લા બે દિવસમાં નલિયાનું લઘુતમ તાપમાન 15 ડીગ્રી ગગળ્યું છે.અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન પણ 10 ડીગ્રી તાપમાન નીચું ગયું છે. 22 જાન્યુઆરીએ નલિયાનું લઘુતમ તાપમાન 19.8 નોંધાયું હતું અને અમદાવાદના શહેરનું લઘુતમ તાપમાન 19.9 ડીગ્રી નોંધાયું હતું. જોકે 25 જાન્યુઆરીએ એટલે કે આજે નલિયાનું તાપમાન 4.8 ડીગ્રી નોંધાયું છે. ગાંધીનગર લઘુતમ તાપમાન 5.5 ડીગ્રી, ડીસા લઘુતમ તાપમાન 7.6 ડીગ્રી, રાજકોટ લઘુતમ તાપમાન 8.6 ડીગ્રી, કંડલા લઘુતમ તાપમાન 9.6 ડીગ્રી નોંધાયું છે. તો અન્ય શહેરનું લઘુતમ તાપમાન ગગળતા ઠંડીથી લોકો ઠુઠવાયા છે. આગામી બે દિવસમાં હજુ પણ 2થી 4 ડીગ્રી લઘુતમ તાપમાન ઘટવાનું અનુમાન છે.

આ પણ વાંચો - Coldwave in Gujarat: ગાંધીનગર, અમદાવાદમાં ઠંડીનો રેકોર્ડ તૂટ્યો, હજી ત્રણ દિવસ છે કાતિલ coldwave ની આગાહી

આગામી 3 દિવસ કોલ્ડ વેવ રહેશે

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 3 દિવસ કોલ્ડ વેવ રહેશે. જોકે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે, કે 29 જાન્યુઆરી સુધી ઠંડીનું જોર યથાવત રહશે અને 29 જાન્યુઆરી બાદ ઠંડીનું પ્રમાણ ઘટશે.
" isDesktop="true" id="1172740" >

રાજ્યમાં કડકડતી ઠંડીથી જનજીવન પ્રભાવિત થયું છે.અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન ગગળતા ઠંડીનું જોર વધ્યું છે. અમદાવાદ શહેરના સાબરમતી રીવરફ્રન્ટ પર મોર્નિંગ વોક કરવા માટે લોકોની ભીડ હોય છે. પરંતુ કોરોના અને કડકડતી ઠંડીના કારણે રિવરફ્રન્ટ પર વહેલી સવારે માહોલ સુમસામ જોવા મળ્યો છે. આગામી 3 દિવસ બાદ ઠંડીમાંથી રાહત મળવાનું હવામાન નિષ્ણાત અનુમાન છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Weather Forecast, Gujarat winter, Gujarat winter forecast, અંબાલાલ પટેલની આગાહી, અમદાવાદ, ગુજરાત, ઠંડી

विज्ञापन