અંબાલાલ પટેલની આગાહી: ડિસેમ્બર મહિનાના ત્રણ દિવસો છે ભારે, ઠંડી સાથે માવઠાની શક્યતા

અંબાલાલ પટેલની આગાહી: ડિસેમ્બર મહિનાના ત્રણ દિવસો છે ભારે, ઠંડી સાથે માવઠાની શક્યતા
અંબાલાલ પટેલની ફાઇલ તસવલીર

રાજ્યનાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે માવઠુ થવાની શક્યતાઓ છે.

 • Share this:
  દેશભરમાં ઠંડીનો પારો ધીરે ધીરે ગગડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આ વર્ષે એટલી ઠંડી પડશે કે, દસ વર્ષનો રેકોર્ડ તોડશે. ખાસ કરીને દેશની રાજધાની દિલ્હી સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં અતી કડકડતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે રાજ્યનાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે માવઠુ થવાની શક્યતાઓ છે.

  ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા  નિષ્ણાત હવામાનશાસ્ત્રી, અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે અને આ હિમવર્ષાને કારણે ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધશે અને ન્યૂન્તમ તાપમાન 12 ડિગ્રી રહેવાની શક્યતા છે. તારીખ 15,16, 17 ડિસેમ્બરના રોજ વાદળછાયા વાતાવરણ સાથે માવઠુ થવાની શક્યતા રહે. જે બાદ 22 ડિસેમ્બરના દેશનાં ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થાય અને તેના કારણે ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા છે.

  'ગુજરાત પહેલું રાજ્ય બન્યું જ્યાં અમદાવાદ-ગાંધીનગર વચ્ચે નેશનલ હાઇવે પર ટોલ નહીં ભરવો પડે'

  ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થશે

  ઉત્તર ભાગના પહાડી વિસ્તારોમાં હાલ મોટા પ્રમાણમાં હિમવર્ષા થઇ રહી છે જેમાં કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં એક સપ્તાહથી બરફ પડી રહ્યો છે જેને કારણે ગુજરાતમાં પણ તાપમાન નીચુ ગયું છે. આગામી દિવસોમાં હજુ પણ અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી પડવાની શક્યતાઓ છે. સૌથી વધુ અસર ઉત્તર ભારતના રાજ્યોમાં જોવા મળશે. એવી શક્યતાઓ છે કે, આગામી બે દિવસમાં અતીશય ઠંડી પડશે.

  રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં એક હજાર બેંકકર્મી થયા સંક્રમિત, કરોના વૉરિયર બનાવવાની ઉઠી માંગ

  દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતાઓ

  ઉત્તર ભારતમાં ઠંડી પડવાની તો દક્ષિણ ભારતમાં પણ પહેલી ડિસેમ્બરથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. જેને પગલે ઠંડી અને વરસાદ એમ બેવડા હવામાનનો લોકોએ સામનો કરવો પડી શકે છે.

  બીજી તરફ વાવાઝોડુ આવ્યા બાદ તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, પુડ્ડુચેરી જેવા રાજ્યોની સ્થિતિ કફોડી બની રહી છે. નિવાર વાવાઝોડુ ભલે નબળુ પડી ગયું હોય પણ તેની અસરને કારણે અનેક રાજ્યોમાં હજુ પણ ભારે પવન ફુંકાઇ રહ્યો છે.
  Published by:Kaushal Pancholi
  First published:November 30, 2020, 15:02 pm