Home /News /madhya-gujarat /

Gujarat Heat Wave: અમદાવાદમાં આગામી બે દિવસ Red Alert જાહેર, તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચશે

Gujarat Heat Wave: અમદાવાદમાં આગામી બે દિવસ Red Alert જાહેર, તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચશે

અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર

Gujarat Heat wave forecast: હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે જૂનાગઢ જિલ્લા અને કંડલા ખાતે હિટવેવની શક્યતા છે. બીજી તરફ સુરતના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો શક્ય છે.

    અમદાવાદ: Gujarat Weather Updates: હવામાન વિભાગે મહત્ત્વની જાહેરાત કરી છે. જે પ્રમાણે આગામી બે દિવસ સુધી અમદાવાદ શહેરમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે. જેના પગલે અમદાવાદ શહેરમાં રેડ એલર્ડ (Ahmedabad- Red Alert) આપવામાં આવ્યું છે. લોકોને કામ સિવાય ઘરમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે. હાલ સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી (Heat Wave) પડી રહી છે. તેમાં પણ રેડ એલર્ટ આપવામાં આવતા આગામી બે દિવસ અમદાવાદ શહેર (Ahmedabad city) માટે મહત્ત્વના બની રહેશે. અમદાવાદ શહેરમાં અમુક વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી જશે તેવું હવામાન વિભાગનું કહેવું છે.

    આ મામલે ન્યૂઝ18 ગુજરાતીના સંવાદદાતા વિભુ પટેલ સાથે વાત કરતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક વિજીનલાલે જણાવ્યું હતું કે, આગામી બે દિવસ અમદાવાદ, ગાંધીનગર, ખેડા તેમજ સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગરમાં જિલ્લા માટે યલો એલર્ટ (Yellow Alert) આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આગામી બે દિવસ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આગામી બે દિવસ અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ (Red alert) આપવામાં આવ્યું છે.

    રેડ એલર્ટ વખતે શું કરવું?


    અમદાવાદમાં આગામી બે દિવસ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને અન્ય કોઈ બીમારીથી પીડિત હોય તેવા લોકોએ બહાર નીકળવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત શરીરમાં પાણીની માત્રા જળવાય રહે તે માટે પૂરતું પ્રવાહી લેવું જોઈએ.

    હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે જૂનાગઢ જિલ્લા અને કંડલા ખાતે હિટવેવની શક્યતા છે. બીજી તરફ સુરતના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો શક્ય છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પહેલી મે બાદ તાપમાનમાં થોડો ઘટાડો શક્ય છે.


    કાળઝાળ ગરમીનું કારણ શું?


    હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પવનની દિશા સતત ઉત્તર અને પશ્ચિમની રહેવાથી રાજ્ય પર ગરમ હવા રહે છે. જેના પગલે રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીનો અનુભવ થાય છે. હાલ રાજ્યમાં સૂકા અને ગરમ પવનો ફૂંકવાને પગલે તાપમાન સતત ઊંચું જઈ રહ્યું છે. હાલ અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે લોકોએ ખાસ કરીને બપોરના 12 વાગ્યાથી ચાર વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જો કોઈ કારણોસર બહાર નીકળવાનું થાય તો શરીરના દરેક ભાગો કપડાંથી ઢંકાયેલા રહે તેમજ શરીરમાં પૂરતું હાઇડ્રેશન રહે તેનું ધ્યાન રાખવું જોઈએ.

    હિટસ્ટ્રોકની કિડની પર થઈ શકે છે અસર


    આ વખતે ઉનાળાની સાથે હીટવેવની અસર જોવા મળી છે. ગરમીમાં બહાર નીકળતા સમયે હિટસ્ટ્રોક ન લાગી જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નહીં તો કિડની પર અસર કરી શકે છે. શહેરના સિનિયર ફિજીશિયન ડો. પ્રવિણ ગર્ગ જણાવે છે કે, હિટસ્ટ્રોકના કારણે શરીરમાં ડીહાઇડ્રેશન થઈ જાય છે. એટલે કે શરીરમાં પાણીની કમી થાય છે. ડીહાઇડ્રેશનના કારણે શરીરમાં બ્લડપ્રેશર ઓછું થઈ જાય છે. શરીરમાં પેશાબ વાટે અને પરસેવા રૂપે પાણી બહાર આવે છે. ગરમીમાં સૌથી વધુ પરસેવો થાય છે એટલે પાણી બહાર આવે છે. શરીરમાં પાણીની ઘટ થવાથી ડીહાઇડ્રેશન થાય છે. શરીરમાં કિડની એક માત્ર એક એવું અંગ છે કે, શરીરમાં થોડા સમય માટે પણ બ્લડ પ્રેશર ઓછું થાય તો તેની અસર તેના પર થવાની શરૂ થઈ જાય છે.


    શું ધ્યાનમાં રાખવું?


    કાળઝાળ ગરમી વખતે ઝાડા-ઉલ્ટી વાળા દર્દીઓએ ડીહાઇડ્રેશન ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. હિટસ્ટ્રોકથી બચવા માટે ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ. પરસેવો વધુ ન થાય તે માટે કોટનના કપડાં પહેરવા, મો હાથ અને આખું શરીર ઢંકાય તે રીતે કપડાં પહેરવા જોઈએ. ગરમીમાં લીંબુ શરબત, શિકનજી, છાશ, દહીં, પાણી વગેરે પી શકાય છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Hit wave, IMD, Weather forecast, અમદાવાદ, ગુજરાત

    આગામી સમાચાર