અમદાવાદ: ગુજરાતીઓ હાલ કાળઝાળ ગરમીમા (Gujarat weather updates) સેકાઇ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે (Gujarat weather) વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે, 20 અને 21 એપ્રિલના રોજ વાતાવરણમાં પલટાની આગાહી કરવામાં આવી છે. આ બે દિવસે અનેક વિસ્તારોમાં સામાન્ય ઝાપટા થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ત્યારે રવિવારે, રાજ્યના આઠ શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. રવિવારે મહત્તમ તાપમાન રાજકોટ 42.8, સુરેન્દ્રનગર 42.6, અમદાવાદ 42.3 એમ ત્રણ શહેરોમાં પારો 42 સે.ને પાર રહ્યો હતો. અન્ય શહેરોમાં ભૂજ, ગાંધીનગર, જુનાગઢ, કંડલા અને વડોદરામાં પારો 40 ડિગ્રીને પાર થયો હતો.
આ કારણે થશે વરસાદ
ગુજરાત સાથે અન્ય રાજ્યોમાં પણ વાતાવરણ બદલાવવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાત ઉપરાંત ઉત્તર પ્રદેશ, રાજસ્થાનના અનેક વિસ્તારો, મધ્ય પ્રદેશ, બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, કાળઝાળ ગરમીની આગાહી કરવામા આવી છે. આ વચ્ચે દેશના અનેક વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન ગતિવિધિઓ જોવા મળશે, જેમાં ધૂળ ભરેલી આંધી પણ ઉઠશે. પવનની ડમરીને કારણે અનેક વિસ્તારોમાં ગરમીમાં થોડી રાહત મળશે. હવામાન વિભાગના નિષ્ણાતોનું કહેવુ છે કે, ઉત્તરી રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં નીચલા સ્તર પર ચક્રવાતી હવાઓનુ એક દબાણ બન્યુ છે. જેને કારણે મોસમમાં બદલાવ આવી રહ્યો છે. જેને કારણે વરસાદ આવી શકે છે.
અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે, રાજ્યમાં આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થશે. ચોમાસાની શરૂઆતમાં કચ્છ, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતા પણ તેમણે સેવી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ આ સિઝનમાં વરસાદ સમો સૂતરો રહે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. એપ્રિલ મહિનાથી હવામાનમાં પલટો આવશે જે 17 મે સુધી ચાલશે. પ્રિ મોનસૂન પ્રક્રિયા વહેલી શરૂ થશે, ચોમાસુ વહેલુ શરૂ થશે તેમજ આ વખતે 25 મે થી 8 જૂન વચ્ચે વરસાદ પણ સારો રહેશે.
હવામાન વિભાગની આગાહી કરનાર પ્રાઇવેટ એજન્સી સ્કાયમેટે ચોમાસા અંગે આગાહી કરી હતી. આગામી ચોમાસાને પ્રથમ પૂર્વાનુમાન સ્કાયમેટે કર્યુ હતું. સ્કાયમેટની આગાહી મુજબ વર્ષ 2022નું ચોમાસુ સામાન્ય રહેવાની શક્યતા છે. આ વર્ષે 4 મહિનામાં વરસાદ 98 ટકા રહેવાની શક્યતા છે. જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ભારતાં 880.60 મીમી વરસાદની શક્યતા છે. તેમજ દેશમાં સંપૂર્ણ પણે 98 ટકા વરસાદ પડી શકે છે. આ રિપોર્ટ સ્કાયમેટે 21 ફેબૃઆરી જારી કર્યો હતો. સ્કાઇમેટ તરફથી ફરી આ આગાહીનું ફરી પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે.
દેશના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 18 એપ્રિલ સુધી પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને દિલ્હીમાં અલગ અલગ સ્થળો પર હીટવેવની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી કેટલાક દિવસ ઉત્તર-પશ્ચિમ ભારતના અલગ અલગ વિસ્તારોમાં લૂની સ્થિતિ જળવાઈ રહેશે. આ વિસ્તારોમાં 18 એપ્રિલ સુધી ગંભીર લૂ ચાલવાની શક્યતા છે. જોકે, હિમાચલ પ્રદેશમાં કેટલાક સ્થળો પર વરસાદ પડી શકે છે. 18 એપ્રિલથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી સક્રિય થશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર