Home /News /madhya-gujarat /

ગુજરાતમાં શનિ-રવિ છે ભારે વરસાદની આગાહી, જાણો રક્ષાબંધનમાં મેઘરાજા ક્યાં ક્યાં હેત વરસાવશે

ગુજરાતમાં શનિ-રવિ છે ભારે વરસાદની આગાહી, જાણો રક્ષાબંધનમાં મેઘરાજા ક્યાં ક્યાં હેત વરસાવશે

વરસાદની પ્રતીકાત્મક તસવીર

Gujarat weather forecast in Rakshabandhan: ગુજરાતમાં શનિ અને રવિવાર કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

    અમદાવાદ: ગુજરાતીઓ માટે સારા સમાચાર છે. ફરીથી સક્રિય થયેલું ચોમાસું (Monsoon in Gujarat) હવે દક્ષિણ ગુજરાતથી મધ્ય અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી (weather forecast) પ્રમાણે આગામી 2 દિવસમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતાઓ છે. જોકે, થોડા દિવસથી રાજ્યમાં સામાન્યથી સારો વરસાદ વરસતા ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. આજે એટલે શનિવારે, ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે. તે સાથે દાહોદ, છોટાઉદેપુર તથા વડોદરા, તથા દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ, નવસારી, તાપીમાં ભારે વરસાદની શક્યતાઓ છે. રવિવારે રક્ષાબંધનનો (Rakshabandhan) તહેવાર છે ત્યારે બહેનો પોતાના ભાઇઓને ત્યાં રાખડી બંધવા જાય છે. તો આ વખતે બહેનોને કેટલાક વિસ્તારોમાં વરસાદ નડી શકે છે.

    24 કલાકમાં રાજ્યના 85 તાલુકામાં વરસાદ

    નોંધનીય છે કે, રાજ્યમાં 24 કલાકમાં રાજ્યના 85 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 2.5 ઈંચ વરસાદ, વાલોદ અને માંડવીમાં 1.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 6 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે

    કયા વિસ્તારોમાં છે વરસાદની આગાહી

    હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી ધમાકેદાર બેટિંગ કરી રહેલા મેઘરાજા હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને પણ ઘમરોળશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. શનિવારે ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં દાહોદ, છોટાઉદેપુર તથા વડોદરા તથા દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ, નવસારી, તાપીમાં ભારે વરસાદ પડી શકે છે. સંઘ પ્રદેશ દમણ તથા દાદરા નગર હવેલીમાં પણ બે દિવસ ભારે વરસાદની શક્યતા છે.

    આ પણ  વાંચો - રહસ્યમય મોત! અમદાવાદનો યુવાન કચરાપેટી પાસે પડ્યો હતો, ગુપ્તાંગમાં લગાવેલી હતી ફેવિક્વિક

    રાજ્યમાં વરસાદની 47 ટકા જેટલી ઘટ

    આ તરફ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ તથા કચ્છમાં 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે બાકીના દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતાઓ છે. રાજ્યમાં વરસાદની 47 ટકા જેટલી ઘટ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 40.4 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 49.1%, સૌરાષ્ટ્રમાં 35.4%, મધ્ય ગુજરાતમાં 37.6%, ઉત્તર ગુજરાતમાં 31.5% ટકા તથા કચ્છમાં 31.7 ટકા વરસાદ નોંધાયો છે.

    ખેડૂતોમાં ખુશીની લહેર

    વરસાદની ઘટના કારણે ખરીફ સિઝન જોખમ તોળાઈ રહ્યું છે. હવે પિયત માટે પણ પાણી ઘટી રહ્યું છે. એવામાં જો આગામી એક અઠવાડિયામાં સારો વરસાદ નહીં વરસે તો ઉભો પાક સૂકાઈ જવાની ભીતી છે. જોકે, આજ સવારથી જ દાહોદ જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જેથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Raksha bandhan, ગુજરાત, ચોમાસુ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन