અંબાલાલ પટેલની આગાહી : જૂનના આ પાંચ દિવસ સર્વત્ર ગુજરાતમાં થશે મેઘો મહેરબાન 

અંબાલાલ પટેલની આગાહી : જૂનના આ પાંચ દિવસ સર્વત્ર ગુજરાતમાં થશે મેઘો મહેરબાન 

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.ત્યાર બાદ રાજ્યના અમુક વિસ્તારમાં જ વરસાદ થઈ રહ્યો છે.પરંતુ આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. આજથી એટલે 18 જૂનથી રાજ્યમાં વરસાદી માહોલ રહશે.અને 21થી 25 જૂનના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત ,સૌરાષ્ટ્ર -કચ્છના   ભાગોમાં વરસાદ થશે. તેમજ બંગાળ ઉપસાગર અને અરબી સમુદ્રના વહનનું હળવું દબાણ દેશના મધ્યપ્રાંતમાં રહેતું હોવાથી 29 જૂનથી 7 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ થશે.  રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે..ખેડૂતો પણ ફરી સારા વરસાદની રાહ જોઇ રહ્યા છે .પ્રી મોનસૂન વરસાદ સારો થતા ખેડૂતોએ વાવણી કરી દીધી છે.

આ પણ વાંચો - રાજ્યસભા ચૂંટણીમાં જો કોઇ ધારાસભ્ય પક્ષના આદેશથી વિપરીત વર્તન કરેશે તો શું થશે?હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે, આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે..અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં સામાન્ય થી મધ્યમ વરસાદ થશે..જોકે, હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે 21 જૂનના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહશે.સૌરાષ્ટ્ર માં ગીર સોમનાથ, અમરેલી તેમજ દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ જુઓ - 

 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 37 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.અને સૌથી વધુ ભાવનગર જિલ્લાના ભાવનગર તાલુકામાં 1 ઇંચ વરસાદ થયો છે. તો સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં પણ પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 32 તાલુકામાં સરેરાશ અડધો ઇંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે. મેઘરાજાનું વિધિવત આગમન થયા બાદ સાર્વત્રિક વરસાદની પણ રાહ જોવાઇ રહી છે. ત્યારે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે , 29 જૂનથી 7 જુલાઈમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થઈ જશે.
First published:June 18, 2020, 10:27 am

टॉप स्टोरीज