Home /News /madhya-gujarat /

જમીન મામલે કોંગ્રેસે માંગ્યુ CMનું રાજીનામું, સરકારે આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા

જમીન મામલે કોંગ્રેસે માંગ્યુ CMનું રાજીનામું, સરકારે આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા

અમરેલી જિલ્લામાં રિસોર્ટને નજીવા દરે અને ગૌશાળાને ઊંચા દરે જમીન આપવાનો મામલે કોંગ્રેસે ફરી મુખ્યપ્રધાનના પરિવારને કેન્દ્ર સ્થાને રાખીને આક્ષેપો કરતા મુખ્યપ્રધાનનું રાજીનામુ માંગ્યુ

અમરેલી જિલ્લામાં રિસોર્ટને નજીવા દરે અને ગૌશાળાને ઊંચા દરે જમીન આપવાનો મામલે કોંગ્રેસે ફરી મુખ્યપ્રધાનના પરિવારને કેન્દ્ર સ્થાને રાખીને આક્ષેપો કરતા મુખ્યપ્રધાનનું રાજીનામુ માંગ્યુ

  • Pradesh18
  • Last Updated :
ગાંધીનગર# અમરેલી જિલ્લામાં રિસોર્ટને નજીવા દરે અને ગૌશાળાને ઊંચા દરે જમીન આપવાનો મામલે કોંગ્રેસે ફરી મુખ્યપ્રધાનના પરિવારને કેન્દ્ર સ્થાને રાખીને આક્ષેપો કરતા મુખ્યપ્રધાનનું રાજીનામુ માંગ્યુ, તો સરકારે કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા ગણાવી જમીન ફાળવણી નિયમો અંતર્ગત થઇ હોવાનો બચાવ કર્યો હતો.

arjun

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ માંગણી કરી હતી કે, આ સમગ્ર પ્રકરણની એસઆઇટી દ્વારા તટસ્થ તપાસ થાય અને સીએમ અને પીએમ રાજીનામું આપે.

Vijay Rupani_BJP

કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, મુખ્યપ્રધાનના પુત્રી અનાર પટેલના ભાગીદારોને સસ્તા દરે જ્યારે ગૌશાળા ટ્રસ્ટને જંત્રીથી પણ ઊંચા ભાવે જમીન આપવાની દરખાસ્ત હતી.

જો કે, ભાજપ અને સરકાર તરફથી પ્રધાન વિજય રૂપાણીએ આ તમામ આરોપો બેબુનિયાદ ગણાવ્યા છે. જે રિસોર્ટને જમીન અપાઇ છે તેમાં અનાર પટેલની કોઇ ભાગીદારી હોવાનો પણ ઇન્કાર કર્યો હતો. તમામ પ્રક્રિયા નિયમાનુસાર થઇ હોવાનો સરકારનો દાવો છે.
First published:

Tags: અનાર પટેલ, અમરેલી, આક્ષેપ, કોંગ્રેસ, ગૌશાળા, જમીન, રિસોર્ટ, સીએમ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन