લોકસભા-2019ની ચૂંટણી પહેલા ગુજરાત વિધાનસભાનું પાંચ દિવસીય શિયાળું સત્ર યોજાશે. 18 ફેબ્રુઆરીથી આ સત્રનો પ્રારંભ થશે અને 22 ફેબ્રુઆરીએ સત્ર પુરુ થશે. વિધાનસભાના પ્રથમ દિવસે આભાર પ્રસ્તાવ અને શોક સંદેશ રજુ થશે. નાયબ મુખ્યમંત્રી અને નાણા મંત્રી નીતિન ભાઈ પટેલ 19 ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં લેખાનુદાન બજેટ રજુ કરશે.
વિધાનસભામાં 20 અને 21 તારીખે બે-બે બેઠક મળશે. 21મીએ લેખાનુદાન બજેટને ગૃહમાં મતદાન માટે મુકવામાં આવશે. સમગ્ર સત્ર દરમિયાન 7 જેટલા સરકારી વિધેયક રજુ કરાશે.