Home /News /madhya-gujarat /

વડોદરા: 31 લાખની નોટો સાથે ભાજપી કોર્પોરેટરનો ભાઇ ઝડપાયો

વડોદરા: 31 લાખની નોટો સાથે ભાજપી કોર્પોરેટરનો ભાઇ ઝડપાયો

મોદી સરકાર દ્વારા બ્લેક મની અને ભ્રષ્ટાચારને નાથવા માટે 500 અને 1000 રૂપિયાની જુની ચલણી નોટો રદ કરવામાં આવી છે અને આ અંગે સઘન સર્ચ ઓપરેશન ચાલી રહ્યા છે. આ સંજોગોમાં વડોદરામાંથી ગત રાતે ભાજપના કોર્પોરેટરના ભાઇ પાસેથી રૂ.31 લાખની જુની ચલણી નોટો ઝડપાઇ છે. પોલીસે અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
વડોદરા #મોદી સરકાર દ્વારા બ્લેક મની અને ભ્રષ્ટાચારને નાથવા માટે 500 અને 1000 રૂપિયાની જુની ચલણી નોટો રદ કરવામાં આવી છે અને આ અંગે સઘન સર્ચ ઓપરેશન ચાલી રહ્યા છે. આ સંજોગોમાં વડોદરામાંથી ગત રાતે ભાજપના કોર્પોરેટરના ભાઇ પાસેથી રૂ.31 લાખની જુની ચલણી નોટો ઝડપાઇ છે. પોલીસે અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

કેન્દ્ર સરકારે 500 અને 1000 રૂપિયાની જુની નોટ રદ કરતાંની સાથે જ કાળું નાણું રાખનારાઓની ઊંઘ હરામ થઈ છે. બ્લેક મનીને વ્હાઇટ કરવા માટે લોકો અવનવી ટ્રીક અપનાવી રહ્યા છે. આ સંજોગોમાં વડોદરામાં પોલીસે એક મોટી સફળતા મેળવી છે. ભાજપના કોર્પોરેટરના ભાઈ જઈ જુની મોટી નોટોનો મોટો જથ્થો લઇ જઇ રહ્યા હોવાની બાતમી મળતાં ક્રાંઈમ બ્રાન્ચે પાણીગેટ વિસ્તારમાંથી વોર્ડ નંબર 14ના ભાજપ કોર્પોરેટર વિજય પવારના ભાઈ વૈકુંઠ પવારની 500 રૂપિયાની 31 લાખની જુની ચલણી નોટો સાથે અટકાયત કરી છે.

અહીં ઉલ્લેખનીય છે કે સરકારના નોટબંધીના નિર્ણય બાદ ભાજપનો કોઈ કાર્યકર્તા 31 લાખ જેટલી માતબર રકમ સાથે ઝડપાયો હોય તે રાજયમાં પ્રથમ કિસ્સો છે. વૈકુંઠ પવાર પોતાની આઈ ટવેન્ટી કાર લઈને ઘરેથી નીકળી રહ્યો હતો ત્યારે જ ક્રાંઈમ બ્રાન્ચે ઝડપી અટકાયત કરી છે. વૈકુંઠ પવારની તપાસ કરતાં ગાડીમાંથી 31 લાખ રોકડા ભરેલો થેલો મળ્યો હતો. જેને પગલે પોલીસે આ અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
First published:

Tags: 500 1000 રૂપિયા, કોર્પોરેટર, ક્રાઇમ બ્રાન્ચ, ગુજરાત, નોટબંધી, ભાજપ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन