વિવાદ છતાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ABVPના સેમિનારમાં હાજર રહ્યા

News18 Gujarati
Updated: December 28, 2018, 7:40 AM IST
વિવાદ છતાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ABVPના સેમિનારમાં હાજર રહ્યા

  • Share this:
અમદાવાદમાં યોજાયેલા અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સેમિનારમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની હાજરીથી વિવાદ વકર્યો છે. અગાઉ NSUIએ કુલપતિએ હાજર રહેવાની જાહેરાતથી જ વિરોધ શરૂ કર્યો હતો, જેમાં તેઓએ યુનિવર્સિટીને આવેદન આપી કુલપતિ હિમાંશુ પંડ્યાને RSS અને BJPના એજન્ટ ગણાવ્યા હતા.

મુખ્યમંત્રી અને કુલપતિ પંડ્યા રહ્યાં હાજર

અમદાવાદમાં અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે ABVPના 64માં રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ થઇ હતો. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તથા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા હાજર રહ્યાં હતા.

અધિવેશન શરૂ થાય તેના બે દિવસ પહેલા જ વિવાદ સામે આવ્યો હતો. ABVPના અધિવેશનમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની હાજર રહેવાની જાણ થતાં જ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIએ વિરોધ શરૂ કર્યો હતો. આ અંગે NSUIએ ગુજરાત યુનિવર્સિટીને આવેદન આપ્યું હતું. આવેદનમાં NSUIએ કુલપતિ હિમાંશુ પંડ્યાને RSS અને BJPના એજન્ટ ગણાવ્યા હતા.

આ દરમિયાન યુનિવર્સિટી કેમ્પસમાં તેમજ હિમાંશુ પંડ્યાના બંગલાની બહાર કુલપતિ વિરુદ્ધના લખાણો લખવામાં આવ્યાની ઘટના સામે આવી હતી. લખાણ મુદ્દે વિવાદ થતાં કેટલાક લોકોએ લખાણ પર સફેદ કુચડો ફેરવી દઈ લખાણ ભુસવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ યુનિવર્સિટી કેમ્પસમાં લખાયેલા લખાણમાં કુલપતિને ભાજપ અને RSSના દલાલ હોવાના આક્ષેપ કર્યા હતા. દરમિયાન આ અંગે એનએસયુઆઈના આગેવાનોએ એનએસયુઆઈને બદનામ કરવા એબીવીપી દ્વારા આવું લખાણ લખાયાનો આક્ષેપ કર્યો છે. જ્યારે એબીવીપીના આગેવાનોએ આ મુદ્દે કશુ જ કહેવાનો ઈન્કાર કર્યો હતો.
First published: December 27, 2018, 7:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading